Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

અમેરિકામાં સિનીયર ફ્રેન્ડલ ઓફ ન્યુજર્સીની સામાન્ય સભા યોજાઇઃ ગયા વર્ષનો વાર્ષિક અહેવાલ રજુ કરાયોઃ સંસ્થાના સ્વર્ગસ્થ સભ્યોને શ્રધ્ધાંજલી આપીઃ ૮૦ વર્ષ પૂર્ણ કરનાર સભ્ય શ્રી કાંતિભાઇ પટેલ તથા શ્રીમતિ નાથીબેન પટેલનું શાલ ઓઢાડી સન્માન કરાયું: ૨૦૧૯ની સાલમાં સમર પિકનીક, નવરાત્રિ, દિવાળી સહિત ઉજવાનારા કાર્યક્રમોની રૂપરેખા રજુ કરાઇ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ સીનીયર ફ્રેંડસ ઓફ ન્યુજર્સીની વાર્ષીક સામાન્ય સભા તારીખ ૨૪ એપ્રીલ ૨૦૧૯ના બુધવારે  હંગરી રેસ્ટોરંટ ન્યુયોર્ક એવન્યુ, જર્સી સીટીમાં મળી હતી. સહમંત્રી મયુરીબેનની પ્રાર્થનાથી પ્રોગ્રામની શરૂઆત કરેલ. ગત સામાન્ય સભાની કાર્યવાહીના વાંચન તેમજ તેનો વાર્ષીક હેવાલ મંત્રીશ્રી રજનીકાંતભાઇએ રજુ કરેલ. ત્યારબાદ સંસ્થાના સ્વર્ગસ્થ માનનીય સભ્યો સ્વ નેમચંદભાઇ અગ્રવાલ, સ્વ જયાબેન પટેલ, સ્વ ગોવીંદભાઇ પટેલ, સ્વ પ્રતીમાબેન ઉપાધ્યાય, અને કોમ્યુનીટી લીડર અને સંસ્થાના ગીતેછછુ સ્વ જગદીશભાઇ પટેલને યાદ કરી સૌના માનમાં બે મીનીટનું મૌન પાળી સધ્ધાંજલી અર્પેલ.

આજના કાર્યક્રમના ર્સ્પોસરર બી સી બી ઇંડસ અમેરીકન બેંકના બીઝનેસ ડેવલપમેંટ ઓફીસર શ્રી પ્રતીક પટેલ અને ખુશ્બુ પટેલનુ પુશ્પગુછ્છથી ભાવભીનુ સ્વાગત કમીટીના સભ્યશ્રી કાંતીભાઇ પટેલ અને શ્રીમતી ભાનુબેન શાહ દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ બેંકની કામગીરીનો ટુકમાં પ્રગતીનો અહેવાલ આપેલ.

દર વર્ષની પ્રણાલી મુજબ ૮૦ વર્ષ પુર્ણ કરનાર સભ્યશ્રી કાંતીભાઇ પટેલને શ્રીમતી નાથીબેન પટેલનું કમીટી સભ્યશ્રી બાલુભાઇ સાવલીયા અને શ્રીમતી મયુરીબેન દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરેલ. સંસ્થાના હીસાબોનું ઓડીટર શ્રી મહેન્દ્રભાઇ શાહ દ્વારા કરેલ ઓડીટેડ સરવૈયુ સંસ્થાના પ્રમુખશ્રી ડો.મહેન્દ્રભાઇ દ્વારા રજુ કરેલ તે સર્વ સંમતીથી મંજુર થયેલ.

ત્યારબાદ વર્શ ૨૦૧૯ના આગામી કાર્યક્રમો જેવાકે સમર પીકનીક નવરાત્રી,દીવાળી, ઉજવણી, વર્ષ ગાંઠ ઉજવણી, નાના મોટા પ્રવાસોની રૂપરેખા મંત્રીશ્રી વસંતભાઇ શાહે રજુ કરી. સંસ્થાની આર્થીક મદદમાં હંમેશા અગ્રેસર શ્રી સુભાશભાઇ ઉપાધ્યાય, શ્રી રસેશભાઇ શાહ શ્રી દીલીપભાઇ પરીખ, શ્રી અસ્વીનભાઇ શાહ તેમજ સંનીસ્ઠ કાર્યકર્તાઓ શ્રી કાંતીભાઇ પટેલ, શ્રી પરેશભાઇ-પ્રવીણાબેન પંડ્યા, શ્રી બાલુભાઇ, શ્રી રતીકાકા, શ્રી દીલીપભાઇ પરીખ, શ્રી નરેન્દ્રભાઇ પટેલ, શ્રી ચંદ્રકાંતભાઇ ભટ્ટ, શ્રીમતી દક્ષાબેન અમીન, શ્રી સુબોધભાઇ શાહ, ઉર્મીલાબેન પારેખ, શ્રીમતી શકુબેન પટેલ, શ્રીમતી ભાનુબેન શાહ, શ્રીમતી સુધાબેન ઠાકર, શ્રીમતી નીર્મળાબેન શાહ તેમજ નામી-અનામી કાર્યકર્તાઓની સેવાઓની નોધ લઇ આભાર વ્યકત કરવામાં આવેલ. તેમજ ફોટોગ્રાફી કરી હંમેશ સાથ આપનાર હર્શદભાઇ મુલાણી સાથે સ્વાદીશ્ઠ ભોજન આપી સભ્યોના મન લુભાવનાર હંગરી રેસ્ટોરંટનો આભાર વ્યકત કરી આનંદ સાથે સભાના સમાપન સાથે છુટા પડેલ તેવું શ્રી મહેન્દ્ર શાહ દ્વારા જાણવા મળે છે.

(9:35 pm IST)