Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

''ઇન્ડિયન એશોશિએશન ઓફ ગ્રેટર શિકાગો (IAGC)'': અમેરિકામાં વસતા ભારતીયોને મદદરૃપ થતું ઓર્ગેનાઇઝેશનઃ ૧૩ એપ્રિલના રોજ ''કોમ્યુનિટી ડે''ઉજવ્યોઃ સતત ૧૨ કલાક સુધી કરાયેલી ઉજવણી અંતર્ગત વિવિધ વિષયો ઉપર સેમિનાર, હેલ્થ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, એવોર્ડ વિતરણ, પેઇન્ટીંગ પ્રદર્શન, તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયાઃ ઉજવણીમાં શામેલ થનાર તમામ ભારતીયો માટે વિનામૂલ્યે લંચ, ડીનર, તથા ચા-નાસ્તાની વ્યવસ્થા કરાઇ

શિકાગોઃ અમેરિકામાં વસતા ભારતીયો માટે  સેવાકીય પ્રવૃતિઓ દ્વારા મદદરૃપ થઇ રહેલા ''ઇન્ડિયન એશોશિએશન ઓફ ગ્રેટર શિકાગો (IAGC)''ના ઉપક્રમે તાજેતરમાં ૧૩ એ પ્રિલ ૨૦૧૯ના રોજ સ્કેમબર્ગ ખાતે ''કોમ્યુનીટી ડે''ઉજવાઇ ગયો.

સવારે ૮-૩૦ થી રાત્રિના ૮ વાગ્યા સુધી સતત ૧૨ કલાક કરાયેલી ઉજવણી દરમિયાન હાજર રહેનાર તમામ ભારતીયો માટે વિનામૂલ્યે લંચ, ડિનર, તથા ચા-નાસ્તાની વ્યવસ્થા કરાઇ હતી. ઉજવણી અંતર્ગત વિલ તથા ટ્રસ્ટ સેમિનાર, લાઇફ ઇન્સ્યુરન્સ સેમિનાર, બિઝનેસ સેમિનાર, વિનામૂલ્યે લાઇફ ટાઇમ મેમ્બરશીપ, હેલ્થકેમ્પ, જોબ ફેર, બ્લડ ડોનેશન કેમ્પ, ઇમીગ્રેશન સેમિનાર, પેઇન્ટીંગ પ્રદર્શન, લાઇવ મ્યુઝીક, કોમ્યુનીટી એવોર્ડસ વિતરણ તેમજ લાઇવ મ્યુઝીક અને ડી.જે.સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા હતા.

કોમ્યુનીટી ડેની સફળતાપૂર્વક ઉજવણી સંપન્ન કરાવવા બદલ IAGC પ્રેસિડન્ટ તથા ફાઉન્ડર શ્રી માલ્લા રેડીએ આ ડે દરમિયાન સેવાઓ આપનાર તમામ તબીબો, કલાકારો, ગેસ્ટસ, સંચાલકો, વોલન્ટીઅર્સ, સ્પોન્સર્સ, સહિતનાઓનો આભાર માન્યો હતો. તેવું શ્રી સુરેશ તથા સુશ્રી ઉષા બોડીવાલાની યાદી દ્વારા જાણવા મળે છે.

 

(9:31 pm IST)