Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

''સ્કીકી ફેસ્ટીવલ ઓફ કલ્ચર્સ'': યુ.એસ.ના ઇલિનોઇસમાં આવેલા સ્કીકી ગામમાં આગામી ૧૮ તથા ૧૯મે ૨૦૧૯ના રોજ યોજાનારો પ્રોગ્રામઃ ''પાસપોર્ટ ટુ ધ વર્લ્ડ'' થીમ સાથે થનારી ઉજવણીમાં જુદી જુદી ૯૨ જેટલી સંસ્કૃતિઓ નિહાળવાની તક

ઇલિનોઇસઃ જુદી જુદી ૯૨  જેટલી સંસ્કૃતિના પ્રતિનિધિઓએ ૧૫ એપ્રિલના રોજ નક્કી કર્યા મુજબ આગામી ૧૮ તથા ૧૯મે ૨૦૧૯ના રોજ ''૨૯મો સ્કીકી ફેસ્ટીવલ ઓફ કલ્ચર્સ'' ઉજવવાનું આયોજન કર્યુ છે.

ઓકટોન પાર્ક ખાતે થનારી આ ત્રિદિવસિય ઉજવણીમાં સ્કીકી ગ્રામ્ય તથા આજુબાજુના વિસ્તારોમાંથી ૨૫ હજાર લોકો ઉમટી પડવાની ધારણાં છે. જે અંતર્ગત ૧૭મે શુક્રવારે ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલ યોજાશે. તથા વીક એન્ડ દરમિયાન જુદી જુદી ૬૦ જેટલી વંશીય કૃતિઓ દર્શાવાશે. જે અંતર્ગત ''પાસપોર્ટ ટુ ધ વર્ડ'' થીમ સાથે જુદી જુદી સંસ્કૃતિઓ વિષે જાણવા તથા જોવાની તક મળશે.

આ પ્રોગ્રામનો હેતુ સ્કીકી કોમ્યુનીટીમાં વસતા વિવિધ સંસ્કૃતિના લોકોને એકછત્ર હેઠળ ભેગા કરી પરસ્પર સંવાદ સાધવાનો છે. પ્રોગ્રામમાં સ્કીકી ફુડ વિન્ડસર આઇસ્ક્રીમ, સિ ફુડ, ઝે બ્રા ગ્રીક ફુડલ, પર્ક એન્ડ પિકલ ફુડ સહિતના બુથનું આયોજન કરાયું છે.

આ માટેની પૂર્વ તૈયારીની મીટીંગમાં સુશ્રી ક્રિશ્ના ગોયલ, શ્રી ચંદ્રકાંત મોદી, સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. ગાંધી મેમોરીઅલ શિકાગો પણ ૪ જુલાઇના રોજ યોજાનારી સ્કીકી પરેડમાં જોડાશે.

પ્રોગ્રામને સમર્થન આપવા તથા સ્પોન્સર કરવા તેમજ ડોનેશન આપવા ઇચ્છુક વ્યાવાસાયિકો તથા કોમ્યુનીટી ઓર્ગેનાઇઝેશન્શને કોન્ટેક નં.૮૪૭-૬૭૪-૧૫૦૦ થી ૩૫૨૦ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે. વોલન્ટીઅર્સ પણ આવકાર્ય છે તેવું શ્રી સુરેશ તથા સુશ્રી ઉષા બોડીવાલા દ્વારા જાણવા મળે છે.

(9:03 pm IST)