Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

''NRI 4 Modi'': અમેરિકાના નોર્થ કેરોલિનામાં યોજાઇ ગયેલો પ્રોગ્રામઃ મોરિસવિલ્લે મેયર, કાઉન્સીલમેન, તથા અગ્રણી કોમ્યુનીટી લીડર્સ સહિત સેંકડો ભારતીયોની ઉપસ્થિતિ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં NRI 4 Modi તથા OFBJP ના ઉપક્રમે ''ચાઇ પે ચર્ચા'' પ્રોગ્રામ યોજાઇ ગયો જેમાં મોરીસવિલ્લે નોર્થ કેરોલિના મેયર ટી જે ચાવલે, કાઉન્સીલમેન સ્ટીવ રો, શ્રી સતિષ ગારીમેલ્લા સહિત સેંકડો NRI જોડાયા હતા.

રાલે-દુરહામ-મોરિસ વિલ્લે નોર્થ કેરોલિના મુકામે યોજાઇ ગયેલ આ પ્રોગ્રામમાં મેયર ટી જે કાવલે એ ભારતના વડાપ્રધાન તરીકેની શ્રી મોદીની કામગીરીને બિરદાવી હતી તથા તેઓ ફરીથી વડાપ્રધાન બને તે જરૂરી હોવા ઉપર ભાર મુકયો હતો. તેમજ તેમના નેતૃત્વ હેઠળ ભારત તથા નોર્થ કેરોલિના યુએસએ વચ્ચે ટેકનોલોજીના આદાન પ્રદાનની વધુ શકયતાઓ છે તેમ જણાવ્યું હતું.

કાઉન્સીલમેન સ્ટીવ રોએ મોદીની આતંકવાદીઓ સાથેની લડત તથા પારદર્શક વહીવટની સરાહના કરી હતી. તથા વિદેશોમાં વસતા ભારતીયોમાં તેઓ સૌથી વધુ લોકપ્રિય હોવાનું જણાવ્યું હતું.

કાઉન્સીલમેન શ્રી સતિષ ગારીમેલ્લાએ ભારતના ઝડપી વિકાસ માટે મોદીનું નેતૃત્વ જરૂરી ગણાવ્યું હતું.

OFBJP નેશનલ મિડીયા મિડીયા કન્વીનર USA શ્રી અરવિંદ મોદીનીએ શ્રી મોદીના નેતૃત્વ હેઠળ પાંચ વર્ષ દરમિયાન ભારતે મેળવેલી સિધ્ધઓનું વર્ણન કર્યુ હતું. તથા તેમણે શરૂ કરેલા નવા પ્રોજેકટસની સરાહના કરી હતી.

ઉપરાંત NRI 4 Modi વોલન્ટીઅર્સ તથા ઓર્ગેનાઇઝર્સ શ્રી રાજુ કરાપતિ, શ્રી કેયુરજોશી, શ્રી તૃષાર બારોટ, શ્રી વિશ્વેષ બિજારાયુ, સહિતનાઓએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.

આ તકે અગ્રણી ભારતીયો ડોકટર્સ બિઝનેસમેન આઇ.ટી.પ્રોફેશ્નલ્સ, સહિતનાઓ આઇ પે ચર્ચા પ્રોગ્રામમાં જોડાયા હતા. જેમાં ડો.પ્રણવ યેરાસટ્ટી, ડો.માકમ, સાંઇ સુધિની, ડો.ક્રિશ્ના રેડ્ડી, શ્રી રવિ ભીમારાવ, તથા શ્રી જીવન પોયુરી સહિતનાઓનો સમાવેશ થતો હતો. તેવું શ્રી ક્રિશ્ના રેડ્ડી અનુગૂણની યાદી જણાવે છે.

(7:30 pm IST)