Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

' ગાંધી કિંગ લેગસી રાઉન્ડ ટેબલ સમિટ ' : યુ.એસ.ના શિકાગોમાં કોન્સ્યુઅલ જનરલ ઓફ ઇન્ડિયાના ઉપક્રમે સૌપ્રથમવાર કરાયેલું આયોજન

 નેપરવિલે, ઇલિનોઇસ : યુ.એસ. કોંગ્રેશનલ  મલ્ટી એડવાઇઝરી ટાસ્ક ફોર્સ (એમઇએટીએફ) દ્વારા કોંગ્રેસના સભ્યો ડેની કે ડેવિસ દ્વારા મેટ્રોપોલિટન એશિયન ફેમિલી સર્વિસીસ (એમએએફએસ) ના સહયોગથી 26 ફેબ્રુઆરીએ બપોરે 12 થી સાંજે 4 વાગ્યા સુધીમાં પ્રથમ ગાંધી કિંગ લીગસી રાઉન્ડટેબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રીમતી વાસવી ચક્કા, કમિશનર, નેપરવિલે સિસ્ટર સિટીઝ કમિશન, જે સમિટનું સંચાલન કરે છે, તેમણે જણાવ્યું હતું કે આ સમિટ બ્લેક ઇતિહાસ મહિનો અને મહાત્મા ગાંધીની 73 મી પુણ્યતિથિને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી છે, કે જેનું ' કોવિદ રોગચાળા દરમિયાન આરોગ્ય કટોકટીના પડકારો ' થીમ સાથે આયોજન કરાયું છે.

રાઉન્ડટેબલ સમિટના હોદ્દેદારોને આવકારતા મેટ્રોપોલિટન એશિયન ફેમિલી સર્વિસીસના સ્થાપક કાર્યકારી નિયામક ડો. શ્રીમતી સંતોષ કુમારે કહ્યું કે, આ પહેલી વાર છે જ્યારે ઈલીનોઇસ રાજ્યમાં ગાંધી કિંગ રાઉન્ડટેબલ સમિટ યોજાઇ રહી છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે સમિટ કોવિદ રોગચાળા દરમિયાન વર્તણુક વિષયક મહત્વપૂર્ણ મુદ્દા પર ધ્યાન આપી રહી છે.જે મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની દંતકથાઓના વારસાને ચાલુ રાખવા માટેનો સૌથી અસરકારક માર્ગ છે .

આ તકે ડો.વિજય પ્રભાકર ,શિકાગો ખાતેના ભારતના કોન્સ્યુઅલ જનરલ શ્રી અમિત કુમાર ,એ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોરોના રોગચાળા ઉપર કાબુ મેળવવામાં મળેલી સફળતા તેમજ અન્ય દેશોને પણ મોકલવામાં આવેલી વેક્સીન વિષે જણાવ્યું હતું. કે જે બાબત  મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ ની ફિલોસોફીને અનુસરવા સમાન હોવાનું જણાવ્યું હતું.

આ તકે જુદા જુદા દેશોના આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.તેવું શ્રી સુરેશ બોડીવાલાની યાદી દ્વારા જાણવા મળે છે.

(7:13 pm IST)
  • ચૂંટણીઓના લીધે સંસદ સ્થગીત કરો : મમતાના ટીએમસીએ રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓને પગલે સંસદ સત્ર સ્થગિત કરવાની માંગ કરી છે. access_time 2:58 pm IST

  • પૂર્વી ચીન સાગરમાં સેના મોકલવાની તૈયારીમાં છે જાપાન : ડ્રેગનને મળશે જડબાતોડ જવાબ :પૂર્વી ચીન સાગરમાં વધતા તણાવને પગલે ડિયાઑયું દ્રીપ સમૂહમાં જાપાન પોતાના સશાસ્ત્રદળ મોકલી શકે છે : ચીની તટ રક્ષકદળે જાપાનમાં સેન્કોક્સના રૂપે જનાર ડિયાઓયુ દ્રીપ સમૂહ આસપાસ પોતાનો વિસ્તાર કર્યો છે access_time 11:52 pm IST

  • વિધાનસભાની ચૂંટણી સમયસર જ યોજાશે : વિજયભાઈ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વ્હેલાસર યોજાશે તેવા સમાચારો વહેતા થયા હતા. આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વ્હેલી ચૂંટણીને નકારી કાઢતા જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમયસર જ યોજાશે access_time 4:58 pm IST