Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

એક સમયના અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની ચૂંટણી ઝુંબેશના અધ્‍યક્ષ તેમજ રીપબ્‍લીકન પાર્ટી સાથે અનેરો સંબંધ ધરાવતા પૌલ મેનાફોર્ટને વર્જીનીયાના યુએસ ડીસ્‍ટ્રીકટ જજ ટી.એસ. એલીસ ત્રીજાએ આઠ આરોપોમાં તકસીરવાન ઠેરવીને ૪૭ મહિનાની કરેલી જેલની સજાઃ વોશિંગ્‍ટન ડીસીની કોર્ટમાં હજુ બીજો કેસ ઉભો છે અને તેમાં પણ નામદાર ન્‍યાયાધીશ તેને સજા સુણાવશે : તપાસ સમિતિની તપાસમાં હજુ અનેક પ્રકારના રહસ્‍યો બહાર આવવાની ચર્ચાએ આજે સમગ્ર અમેરીકામા જોર પકડેલ છે.

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ  ર૦૧૬ ના વર્ષ દરમ્‍યાન અમેરીકામાં પ્રમુખપદની જે ચૂંટણી યોજવામાં આવી હતી તે સમય દરમ્‍યાન રશિયનોએ તેમા કોઇ દખલગીરી કરી હતી કે કેમ તેની તપાસ કરી રહેલ રોબર્ટ મુલરની  ટીમના સભ્‍યોએ આ અંગે તળીયાઝાટક  તપાસ હાથ ધરતા અમેરીકાના હાલના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના તે વખતના ચૂંટણી ઝુંબેશના અધ્‍યક્ષ અને રીપબ્‍લીકન પાર્ટીના અગ્રણી પૌલ મેનાફોર્ટ કેટલીક કહેવાતી ગેરરીતિઓ આચારી હોવાનું બહાર આવતા તે અંગે કરવામાં આવેલ કેસમાં  વર્જીનીયાના ફેડરલ કોર્ટના નામદાર ન્‍યાયધીશે તેમની  સામે મુકવામાં આવેલ આઠ આરોપોમાં તકસીરવાન ઠેરવી તેમની હાલની શારીરિક પરિસ્‍થિતિઓને ધ્‍યાનમાં લઇને ૪૭ મહિનાની જેલની સજા ફટકારી છે આ આરોપોને ધ્‍યાનમાં લઇને ૧૯ થી ર૪ વર્ષની સજા થઇ શકે તેમ હોવા છતાં નામદાર ન્‍યાયાધીશે આરોપી પૌલ મેનાફોર્ટને ચુંટણી ઝુબેશના અધ્‍યક્ષ હતા તથા તેમણે રીપબ્‍લીકન પાર્ટીમાં પોતાનુ સારૂ એવું યોગદાન આપ્‍યું હતુ. પરંતુ તપાસ અધીકારી રોબાર્ટ મુલરે પોતાની ટીમના માણસો સાથે આંતરિક તપાસ હાથ ધરતા તે  સમય દરમ્‍યાન અનેક પ્રકારની ગેરરીતીઓ બહાર આવી હતી. અને તે અંગે કરવામાં કેસમાં વર્જીનીયાના યુ.એસ. ડીસ્‍ટ્રીકટ ન્‍યાયધીશ ટી.એસ. એલીસ ત્રીજાએ તમામ ગુનાઓમાં તકસીરવાન ઠેરવી ૪૭ મહિનાની સજા ફરમાવેલ છે. પૌલ મેનાફોર્ટ સામે આ પ્રથમ કેસ છે  અને તેમાં તેણે સજા ભોગવવાનો સમય આવ્‍યો છે. જયારે તેની સામે વોશિંગ્‍ટન ડી. સી. મા એક બીજો કેસ ઉભો છે. અને તેમા તેમને આવતા અઠવાડિયે બીજી સજા કરવામાં આવશે.

 અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના એક વખતના ચૂંટણી ઝુંબેશના અધ્‍યક્ષ પૌલ મેનાફોર્ટને જામીન પર  છોડવામાં આવ્‍યો હતો. પરંતુ ગયા વર્ષના જુન માસમાં નામદાર ન્‍યાયાધીશે તેના જામીન રદ કર્યા હોવાથી તેઓ હાલમાં જેલમાં જ છે. આ અહેવાલ લખાય રહ્યો છે તે વેળા તેમને ન્‍યાયલયમા઼ લાવવામાં આવ્‍યો હતો તે વેળા તે વીલચેરમાં કેદીના કપડા પહેરીને બેઠો હતો. અને તેને જે સજા કરવામાં આવી હતી તે શાંતિથી સાંભળી હતી.

ગયા સપ્‍ટેમ્‍બર માસ દરમ્‍યાન તપાસ અધિકારી રોબર્ટ મુલરની ટીમના સભ્‍યો સાથે એક સહમતી પૂર્વકની થયેલ સમજુતી અનુસાર તેને સજા કરવામાં આવશે અને અમેરીકામાં વસવાટ કરતા રહીશો વોશિંગ્‍ટન ડીસીના નામદાર ન્‍યાયધીશ પૌલ મોનાફોર્ટને કેટલા સમયની જેલની સજા ફટકારે છે તે તરફ સૌનું ધ્‍યાન કેન્‍દ્રિત થયેલું જોવા મળે છે. આ અંગેની તમામ માહિતીઓ અમો અમારા વાંચક વર્ગ સમક્ષ અત્રે પ્રસિદ્ધ કરતા રહીશુ તેની સૌ નોંધ લે એવી આશા.

(9:05 pm IST)