Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે યુનાઇટેડ નેશન્સની વિશ્વને ભેટ : જાતીય અસમાનતા દૂર કરવા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી પદમાલક્ષ્મીને ગુડવિલ એમ્બેસેડર બનાવાયા

ન્યુયોર્ક : આજરોજ 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે યુનાઇટેડ નેશન્સએ  વિશ્વને અનોખી ભેટ આપી છે.જે મુજબ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી પદમાલક્ષ્મીને ગુડવિલ એમ્બેસેડર બનાવાયા છે.તેઓ વિશ્વમાંથી સ્ત્રી પુરુષ વચ્ચેની જાતીય અસમાનતા દૂર કરવાનું ભગીરથ કાર્ય કરશે

એવોર્ડ વિજેતા સુશ્રી પદમાલક્ષ્મી ટેલિવિઝન આર્ટિસ્ટ છે.તથા ફુડ એક્સપર્ટ તરીકે નામના ધરાવે છે. તેઓ સ્ત્રી સશક્તિકરણના હિમાયતી તરીકે પણ કાર્યરત હોવાથી તેમની પસંદગી કરાઈ છે.

(12:46 pm IST)