Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

GOPIO મેનહટન ચેપટરના ઉપક્રમે કોવિદ -19 રસી વિષે જાણકારી અપાઈ : કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા ન્યુયોર્ક સાથેના સંયુક્ત ઉપક્રમે વર્ચ્યુઅલ પ્રોગ્રામ યોજાયો : નામાંકિત તબીબોએ વેક્સિનનું મહત્વ સમજાવ્યું

ન્યુયોર્ક : તાજેતરમાં 15 જાન્યુઆરી 2021 ના રોજ ' ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન ' ( GOPIO  ) મેનહટન ચેપટરના ઉપક્રમે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ન્યુયોર્કના સહકાર સાથે ઇન્ડિયન અમેરિકન પ્રજાજનોને કોવિદ -19 રસી વિષે  જાણકારી આપતો વર્ચ્યુઅલ પ્રોગ્રામ યોજાઈ ગયો .

કાર્યક્રમ ખુલ્લો મુકતા  ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે મનુષ્યો ઉપરનો કોવિદ -19 નો પડકાર આપણે ઝીલી લીધો છે.તથા તેમાંથી હેમખેમ બહાર નીકળી જવામાં નવા વર્ષમાં આપણે સહુ આશાવાદી છીએ .

ડો.અર્નબ ઘોષ સંચાલિત આ વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં ત્રણ નિષ્ણાત તબીબોની ટીમએ કોવિદ -19 વેક્સિનના મહત્વ વિષે સમજણ આપી હતી.જે અંતર્ગત કોવિદ -19 શું છે તે બાબતે ડો.મોનીકા શાહએ વિસ્તૃત સમજણ આપી હતી.તથા તેના મારણ માટે ઇમ્યુનીટી વધારી રહેલી વેક્સીન વિષે સમજૂતી આપી હતી.

ડો.સુનંદા ગૌરએ બાળકોને સ્કૂલે મોકલવામાં કોઈ હાનિ ન હોવાનું જણાવ્યું હતું.ડો.માધુરી રોયએ કોવિદ -19 ના ફેલાવા માટે વર્તમાન સંજોગોમાં લોકોના આંતર રાષ્ટ્રીય પ્રવાસને જવાબદાર ગણાવ્યા હતા.જે અગાઉના સમય કરતા વધુ હોવાથી રોગનો ફેલાવો વધ્યો હોવાનું જણાવ્યું હતું.તેવું ઈ .વે.દ્વારા જાણવા મળે છે.

(5:54 pm IST)