Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

" લોન્ગ લિવ મોદી " તથા " ભારત માતાકી જય " ના નારા સાથે અમેરિકાના કેલિફોર્નિયામાં CAA ના સમર્થનમાં રેલી

કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા અર્ટેસીના ખાતે ભારત સરકારે મંજુર કરેલા સીટીઝન એમેન્ડમેન્ટ એક્ટ ના સમર્થનમાં તાજેતરમાં 1 ફેબ્રુઆરીના રોજ રેલીનું આયોજન કરાયું હતું જેમાં 50 ઉપરાંત ઇન્ડિયન અમેરિકન્સ જોડાયા હતા તથા લોન્ગ લિવ મોદી ,ભારત માતાકી જય ,વી સપોર્ટ  CAA સહિતના નારાઓ લગાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સાઉધર્ન કેલિફોર્નિયામાં આ એક્ટ વિરુદ્ધની રેલીઓ વચ્ચે ઉપરોક્ત રેલી જુદી તરી આવે તેવી ઘટના છે.

(1:41 pm IST)