Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

23 મહિલા દર્દીઓની 90 વખત જાતીય સતામણી કરી : લંડન સ્થિત ગુજરાતી મૂળના ડોક્ટરને 3 વખત આજીવન કેદની સજા

લંડન : લંડન સ્થિત 50 વર્ષીય ગુજરાતી મૂળના ડો.મનીષ નટવરલાલ શાહને કોર્ટએ 23 મહિલા દર્દીઓની 90 વખત જાતીય સતામણી કરવાના આરોપસર 3 વખત આજીવન કેદની સજા ફરમાવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
 મહિલાઓનું યૌન પરિક્ષણ કરતી વખતે ડોકટર દ્વારા તેમની સાથે જાતિય હુમલા કરવામાં આવ્યા હતા. ૫૦ વર્ષનાં મનીષ શાહે લંડનની યુનિવર્સિટીમાંથી ૧૯૯૩માં મેડિકલ ડિગ્રી મેળવી હતી. ૨૦૦૯થી ૨૦૧૩નાં ગાળામાં મહિલા દર્દીઓને ગભરાવવા માટે એન્જલિના જોલી અને જેડ ગૂડી જેવી સેલિબ્રિટીની આરોગ્યને લગતી સમસ્યાઓનું ઉદાહરણ અપાતું હતું તેમ ઈંગ્લેન્ડ અને વેલ્સની હાઈકોર્ટે જણાવ્યું હતું.
જજ એની મોલીનેક્સે સજા સંભળાવતા કહ્યું કે મનિષ શાહ એક દગાબાજ હતો અને તેની શક્તિનો દુરુપયોગ કરતો હતો. કોઈ મનઘડંત વાર્તા ઘડીને મહિલા દર્દીઓમાં ગભરાટ ફેલાવતો હતો. તેની વર્તણૂક સેક્સી જ નહોતી પણ મહિલાઓ પર અંકુશ જમાવીને તેને અપમાનિત કરવાની હતી.

મનીષ શાહ ઈસ્ટ લંડનમાં રોમફોર્ડ ખાતે જનરલ પ્રેક્ટિશનસ હતો. તે મહિલા દર્દીઓને નિયમિત ધોરણે સ્તન અને યોનનું પરીક્ષણ કરાવવા કહેતો હતો. ખરેખર કેટલીક મહિલાઓને આવી કોઈ સારવારની જરૂર જ ન હતી. જો મહિલા દર્દી ખચકાટ અનુભવે તો તે સર્વાઈકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર તેમજ અન્ય રોગ થવાનો ડર ફેલાવતો હતો. કેટલીક મહિલા દર્દીઓ સાથે તેણે ઘનિષ્ઠ પારિવારિક સંબંધો બાંધ્યા હતા. તેની સાથે અશ્લીલ વાતો કરતો અને શારીરિક છેડછાડ કરીને તેમને આલિંગનમાં લઈને ચુંબન કરતો હતો.તે દર્દીઓને ખોટી ક્લિનિકલ એડવાઈઝ આપીને ગેરમાર્ગે દોરતો હતો.  તેણે મહિલા દર્દીઓનાં વિશ્વાસનો દુરુપયોગ કર્યો હતો તેમ ક્રાઉન પ્રોસિક્યુશન પૌલ ગોડાર્ડે કહ્યું હતું. પૌલે તેની સામે પૂરાવા રજૂ કરનાર મહિલાઓની પ્રશંસા કરી હતી. તથા ફેબ્રુઆરી ૨૦૨૦ માં મનીષને ૧૫ વર્ષની ૩ આજીવન કારાવાસની સજા ફરમાવી હતી.

(12:19 pm IST)
  • બપોરના 12 વાગ્યા સુધીમાં 16 ટકા મતદાન : રાહુલ, પ્રિયંકા, મનીષ સિસોદીયા, એલ.કે.અડવાણીએ મતદાન કર્યુ.: શાહીન બાગ, જામિયામાં પણ મતદાન માટે લાઈન લાગી : ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીએ મતદાન કર્યું : ઔરંગઝેબ રોડ મતદાન મથક ખાતે મતદાન કર્યું : તેઓએ દીકરી પ્રતિભા અડવાણી સાથે મતદાન કર્યું. access_time 12:31 pm IST

  • અમદાવાદમાં ઘરમાં સીસીટીવી લગાવવા મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો : નવરંગપુરા વિસ્તારમાં ઘરની અંદર સીસીટીવી લગાવાને લઇને પતિ પત્ની વચ્ચે ડખ્ખો :પતિ અને પત્નીએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી:સીસીટીવી લગાવાની ના પાડતા પતિએ તેની પત્નીને માર માર્યો :પતિએ બંનેનો ડિવોર્સનો કેસ ચાલી રહ્યો હોવાની વાત કરીને સીસીટીવી લગાવવા આવનાર લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરી access_time 12:37 am IST

  • કોલકત્તા : પોલીસની મંજૂરી વગર CAA ના સમર્થનમાં રેલી કાઢવા બદલ ભાજપના મહાસચિવ કૈલાસ વિજય વર્ગીયની ધરપકડ : રેલી શરૂ થતા જ વાનમાં બેસાડી દૂર લઇ જવાયા access_time 6:45 pm IST