Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

" હિટ એન્ડ રન " : યુ.એસ.ના સાઉધર્ન કેલિફોર્નિયામાં બાળકોને લઇ જતી કારને અકસ્માત : કારને ટક્કર મારી 3 બાળકોના મોત નિપજાવવાના આરોપસર ઇન્ડિયન અમેરિકન અનુરાગ ચંદ્રાની ધરપકડ

કેલિફોર્નિયા : યુ.એસ.ના સાઉધર્ન કેલિફોર્નિયામાં બાળકોને લઇ જતી કારને ટક્કર મારી  3 બાળકોના મોત નિપજાવવાના આરોપસર ઇન્ડિયન અમેરિકન 42 વર્ષીય અનુરાગ ચંદ્રાની ધરપકડ થઇ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ 19 જાન્યુઆરીના રોજ લોસ એંજલ્સમાં  બાળકોને લઇ જતી કારને અનુરાગએ ટક્કર મારતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો તથા કાર ઝાડ સાથે ટકરાઈ હતી પરિણામે તેમાં બેઠેલા બાળકો પૈકી 3 નું કરૂણ મોત નીપજ્યું હતું તથા બાકીના  બાળકો ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત સરજી અનુરાગ પલાયન થઇ ગયો હતો જેની તેના નિવાસ સ્થાનેથી ધરપકડ કરાઈ છે તથા તેના ઉપર જાણી જોઈને બેફિકરાઈથી વાહન ચલાવવાનો અને 3 સગીરોના મોત નિપજાવવાનો આરોપ લગાવાયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:48 pm IST)