Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર બર્ની સેન્ડર્સને સુશ્રી પ્રમીલા જયપાલએ સમર્થન ઘોષિત કર્યું : બર્ની સેન્ડર્સએ પણ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલ ફરીથી ચૂંટાઈ આવે તે માટે સમર્થન આપ્યું

વોશિંગટન : અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર બર્ની સેન્ડર્સને ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલએ થોડા દિવસ પહેલા સમર્થન ઘોષિત કરી તેઓને પ્રેસિડન્ટ પદ માટે લાયક ઉમેદવાર ગણાવ્યા છે.જેના પ્રતિભાવ રૂપે બર્ની સેન્ડર્સએ પણ પ્રમીલા જયપાલ ફરીથી ચૂંટાઈ આવે તે માટે 30 જાન્યુઆરીના રોજ સમર્થનની ઘોષણા કરી છે.તથા તેમની કોંગ્રેસ વુમન તરીકેની કામગીરીને બિરદાવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:45 pm IST)