Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાઉસ સ્પીકર નેન્સી પેલોસી વચ્ચે ખટરાગ : ટ્રમ્પએ હાથ નહીં મિલાવતા પેલોસી ખફા : ટ્રમ્પના ભાષણની નકલ ફાડી નાખી

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાઉસ સ્પીકર વચ્ચેનો ખટરાગ હાઉસમાં પણ છતો થઇ ગયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ ટ્રમ્પએ હાઉસના બંને ગ્રહોને ઉદબોધન કરવાનું શરૂ કરતા પહેલા સ્પીકર નેન્સી પેલોસીએ તેમની સાથે ઔપચારિક હસ્તધૂનન કરવા માટે હાથ લંબાવ્યો હતો પરંતુ ટ્રમ્પએ હાથ નહીં મિલાવતા તેઓ ખફા થયા હતા અને જેવું ટ્રમ્પનું ઉધબોધન પૂરું થયું કે તુરત જ તેમણે ટ્રમ્પના ભાષણની નકલ જાહેરમાં ફાડી નાખી હતી

(12:18 pm IST)