Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

આલેલે.......: કેન્ટીનમાંથી સેન્ડવીચની ચોરી કરવાના આરોપસર યુ.કે.ની સીટી બેન્કમાંથી ભારતીય મૂળના યુવાન પારસ શાહને પાણીચું

લંડન : વાર્ષિક  1 મિલિયન પાઉન્ડ એટલે કે 9 કરોડ રૂપિયાથી વધુનો  પગાર મેળવતા ભારતીય મૂળના 31 વર્ષીય યુવાન પારસ શાહને  કેન્ટીનમાંથી સેન્ડવીચની ચોરી કરવાના આરોપસર યુ.કે.ની સીટી બેન્કમાંથી પાણીચું પકડાવી દીધું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

નાના કારણોસર આવી કાર્યવાહી કરવાથી લંડનના નાણાબજારમાં હડકંપ મચી ગયો છે. જો કે એ સ્પષ્ટ થયું નથી કે શાહ આવી હરકત ક્યારથી કરી રહ્યો હતો અને અત્યાર સુધીમાં તેણે કેટલી સેન્ડવિચની ચોરી કરી છે. 31 વર્ષીય પારસ સિટી બેન્કના લંડન સ્થિત કેનેરી વ્હાર્ફ સ્થિત મુખ્યમથકમાં ફરજ પર હાજર હતો. અહીંની કેન્ટીંગ કોઈ રેસ્ટોરન્ટ કરતા પણ ભવ્ય છે. પારસ યુરોપના સૌથી મોંઘા ક્રેડિટ ટ્રેડર્સમાં નિષ્ણાત હતો. તે યુરોપ, મધ્ય પૂર્વ અને આફ્રિકા માટે બોન્ડનું ટ્રેડીંગ કરતા વિભાગનો વડો હતો. એટલું જ નહીં તે સિક્યોરિટી, ટ્રેડિંગ અને રિસ્ક મેનેજમેન્ટમાં પણ હોશિયાર હતો. બોનસ સહિત તેનો વાર્ષિક પગાર 1 મિલિયન પાઉન્ડ એટલે કે 9 કરોડ રૂપિયાથી વધુનો હતો. ખૂબીની વાત એ છે કે પારસને એવા સમયે હાંકી કઢાયો છે કે ગ્રૂપ આગામી મહિને બોનસની જાહેરાત કરવાનું હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(12:02 pm IST)