Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

ફેબ્રુઆરી માસ ર૦ર૦ દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી: ચાલુ માસ દરમ્યાન કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ એકથી પાંચ અઠવાડીયા આગળ વધેલ છે સાથે શ્રમ અને રોજગાર વિભાગમાં ફક્ત ત્રીજી કેટેગરી એક અઠવાડીયું આગળ વધેલ છે જયારે પહેલી અને બીજી વિશેષ ક્ષમતા અને વ્યવસાયી અધતન ડીગ્રી ઘરાવનારાઓની કેટેગરી એક પણ અઠવાડીયું આગળ વધેલ નથી આ વિભાગની ચોથી તેમજ ધાર્મિક વ્યક્તિઓની કેટેગરીમાં હાલ વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારની અમેરિકા આવવાની શકયતાઓ રહેલ છે

(ભાવિકમોદી દ્વારા, ટેમ્પા) ફેબ્રુઆરી માસ ર૦ર૦ દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી નીચે દર્શાવ્યા મુજબની છે તેનાથી કઈ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઈથી જાણી શકાશે. ચાલુ માસ દરમ્યાન કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ એકથી પાંચ અઠવાડીયા આગળ વધેલ છે જેમાં પેહલી કેટેગરી પાંચ અઠવાડીયા, રબી કેટેગરી બે અઠવાડીયા, ત્રીજી કેટેગરી એક અઠવાડીયું અને છેલ્લી ચોથી કેટેગરી બે અઠવાડીય। આગળ વધેલ છે. વધારામાં શ્રમ અને રોજગાર આધારિત વિભાગમાં ત્રીજી કેટેગરી એક અઠવાડીયું આગળ વધેલ છે જ્યારે પેહલી અને બીજી વિશેષ ક્ષમતા અને વ્યવસાયી અધતન ડીગ્રી ધરાવનારાઓની કેટેગરી એક પણ અઠવાડીયું આગળ વધેલ નથી. વધારામાં આજ વિભાગની ચોથી અને ધાર્મિક વ્યકતિઓની કેટેગરી હાલ વર્તમાન થઇ જતા અરજદારની અમેરિકા આવવાની શક્યતાઓ રહેલ છે પણ અરજદારે ઇમીગ્રેશન ખાતાન। વર્તમાન નિયમોનું ચોક્કસ પાલન કરવાનું રહેશે અને તે પ્રમાણે ન કરનારને ઇમીગ્રેશન ખાતાના વહીવટી અધિકારીઓ વીઝા ન પણ આપે માટે અરજદારે ઇમીગ્રેશન ખાતાન। નિષ્ણાંતની સલાહ લેવી ઉચિત રેહશે.

(3:23 pm IST)