Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

" 'અમદાવાદ ' - ગ્લીમ્પ્સિસ ઓફ ઈન્ડિયાઝ ફર્સ્ટ વર્લ્ડ હેરિટેઝ સીટી " : અમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાતના વર્લ્ડ હેરિટેઝ ફોટોગ્રાફર શ્રી દેવલ ( પીનો ) શાહ દ્વારા પ્રસિદ્ધ કરાયેલું પુસ્તક : છેલ્લા 9 વર્ષ દરમિયાન અમદાવાદની મુલાકાત સમયે લીધેલા 950 જેટલા ઐતિહાસિક ફોટાઓનો સંગ્રહ

ટેક્સાસ : છેલ્લા 3 દાયકાથી અમેરિકામાં સ્થાયી થયેલા અમદાવાદના વતની વર્લ્ડ હેરિટેઝ ફોટોગ્રાફર શ્રી  દેવલ ( પીનો ) શાહએ છેલ્લા 3 વર્ષમાં 7 જેટલા હેરિટેઝ પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે જે પૈકી તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'અમદાવાદ ' - ગ્લીમ્પ્સિસ ઓફ ઈન્ડિયાઝ ફર્સ્ટ વર્લ્ડ હેરિટેઝ સીટી "માં તેમણે ટેક્સાસથી છેલ્લા 9 વર્ષમાં   દર વર્ષે લીધેલી અમદાવાદની મુલાકાત દરમિયાન પાડેલા 20 હજાર જેટલા ફોટાઓમાંથી પસંદ કરેલા 950 ફોટાઓ સાથેનું 336 પાનાનું દળદાર પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે.

પુસ્તક વિષે વધુ માહિતી  www.ahmedabadheritage.com.દ્વારા મેળવી શકાશે તેમજ યુ ટ્યુબ ઉપર પણ આ બાબતના શોર્ટ વિડિઓ મુકેલા છે.તેવું શ્રી દેવલ ( પીનો ) શાહ (956) 492-7140 ની યાદી દ્વારા જાણવા મળે છે.

(11:56 am IST)