Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

શિકાગોના બોચાસણવાસી અક્ષર પુરુષોતમ મંદિરમાં કોંગ્રેસ વુમન તુલસી ગબ્બાર્ડની થનારી પધરામણી : તેમને મળવાનો તથા તેમની વાણીનેા લાભ લેવાનો અમુલ્ય અવસરઃ આ દિને રવિવારે વસંત પંચમીની થનારી ભવ્ય ઉજવણીઃ હરિભકતોને લાભ લેવા વિનંતી

(કપિલા શાહ દ્વારા)  શિકાગો :  શિકાગોના બોચાસણવાસી અક્ષર પુરુષોતમ સંસ્થાના સ્વામીનારાયણ મંદિરમાં  ફેબ્રુઆરી માસની ૧૦ મી તારીખને રવિવારે બપોરે ર વાગ્યાથી ૩ વાગ્યાના સમય દરમ્યાન હાઉસના કોંગ્રેસ વુમન તુલસી ગબ્બાર્ડ પધારનાર છે. તેમને સાંભળવાનો  આ સુવર્ણ અવસર છે. તો રસ ધરાવનારાઓને પધારવા  માટે આગ્રહભર્યુ આમંત્રણ છે.

દિવસે વસંત પંચમીના દિવસની પણ શાનદાર  રીતે ઉજવણી કરવામાં આવનાર  છે.  આ દિવસે નિશકુલાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી કે જેઓ ભગવાન સ્વામી નારાયણના પરમહંસો ગણવામાં  આવે છે તે આ દિવસે જન્મયા હતા. વસંતપંચમી પણ શિક્ષાપત્રીના આગમન અને શાસ્ત્રી મહારાજનો જન્મ ભગવાન સ્વામી નારાયણના ત્રીજા આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસ સ્વામી નારાયણ સ્થાપક છે.

આ વેળા સૂ઼દર ભજનો પણ રજુ કરવામાં  આવશે તથા શિક્ષાપત્રી પર  પ્રવચનો સાંભળવાનો  આ સુઅવસર છે.  તેમજ શાસ્ત્રીજી  મહારાજના જીવન અને તેમણે  કરેલા કાર્યોની ઉજવણી કરવા માટે સૌને પધારવા વિનૅતી છે.

 

(9:53 pm IST)