Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી વનિતા ગુપ્તાની એસોસિએટ એટર્ની જનરલ તરીકે પસંદગી : અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટએ નિમણુંક આપી

વોશિંગટન : અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બીડને ઇન્ડિયન અમેરિકન મહિલા એટર્ની 46 વર્ષીય સુશ્રી વનિતા ગુપ્તાની એસોસિએટ એટર્ની જનરલ તરીકે પસંદગી કરી છે.

જો બીડને જણાવ્યું હતું કે વનિતા અમેરિકાના નાગરિકોની સેવા માટે યોગ્ય વ્યક્તિ છે.તેઓ ન્યાયતંત્રને સ્વતંત્રતા અપાવશે.તેમજ લોકોનો કાયદાઓ ઉપરનો વિશ્વાસ વધારશે.તથા અવિરત શ્રમ દ્વારા તમામને સમાન ન્યાય મળે તેવો પ્રયત્ન કરશે.

સુશ્રી ગુપ્તા હાલમાં લીડરશીપ કોન્ફરન્સ ઓફ સિવિલ એન્ડ હ્યુમન રાઇટ્સ  પ્રેસિડન્ટ તથા સીઈઓ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.

સેનેટની બહાલી મળ્યે તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસમાં સૌથી ઉંચા પદ ઉપર  નિમણુંક મેળવનાર સૌપ્રથમ ભારતીય બનશે.

(1:53 pm IST)