Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

નકુરુ - કેન્યામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના સંતો દ્વારા અનાથાશ્રમમાં સ્કૂલબેગ, ડેઈલી ફૂડ - સીધું સામાન વગેરેનું દાન*...

પ્રજાસત્તાક કેન્યા એ પૂર્વ આફ્રિકાનો સૌથી વિકસિત દેશ માનવામાં આવે છે. કેન્યા એક આફ્રિકન દેશ છે, જે ગતિશીલ અને બહુસાંસ્કૃતિક રાજધાની શહેર નૈરોબી સાથે પૂર્વ આફ્રિકન વિષુવવૃત્ત પર સ્થિત છે. કેન્યા રાષ્ટ્રને "માનવતાના પારણું" તરીકે વર્ણવવામાં આવ્યું છે, કેમ કે પ્રારંભિક માનવોના સૌથી પ્રખ્યાત અવશેષો અહીં મળી આવ્યા છે. કેન્યા દેશને માઉન્ટ કેન્યા પરથી નામ આપવામાં આવ્યું છે, જે આફ્રિકાનો બીજો સૌથી ઊંચો પર્વત છે.

કેન્યા રાષ્ટ્રની રાજધાની નાઈરોબીથી ૧૭૦ કિલોમીટર દૂર આવેલું નકુરુ કાઉન્ટી.

ગ્રેટ રીફ્ટ વેલી (નકુરુ, એલિમેન્ટાઇટ અને બગૉરિયા) ની છીછરા સરોવરો એક અનન્ય પ્રકૃતિ અનામત છે, જેના પ્રદેશમાં પક્ષીઓની અવિશ્વસનીય વિવિધતા રહે છે, તેમાં 12 લુપ્તપ્રાય પ્રજાતિઓમાંથી પણ છે. પક્ષીઓ ફક્ત ગ્રેટ રીફ્ટ વેલીના તેમના માટે જ સલામત રહી શકે છે.

તળાવ નકુરુના કાંઠે નકુરુ શહેર વસેલું છે. નકુરુ તળાવ ફ્લેમિંગોનું ઘર છે, તેના કાંઠે લગભગ 4,000,000 પક્ષીઓ રહે છે. તે પ્રાચીન પ્રકૃતિ સંગ્રહિત કરે છે. રીફ્ટ વેલી એ એવી જગ્યા છે જ્યાં પેલીકાન્સની બચ્ચાંઓ જન્મે છે અને સુંદર ફ્લેમિંગોના રંગબેરંગી સમૂહો છીછરા પાણી દ્વારા ચાલે છે. આ રસપ્રદ ચમત્કાર દર વર્ષે હજારો સહેલાણીઓ - પ્રવાસીઓને આકર્ષે છે .

સેમ્યુઅલ કરયુકી, સિસ્ટર લિઝ, સિસ્ટર મારથા વગેરેની  દેખરેખ હેઠળ ૧૩૩ કરતાં વધુ સાવ નાની ઉંમર અર્થાત્ ૬ મહિનાની ઉંમરથી માંડીને ૮ વર્ષની ઉંમરના ભૂલકાઓ  Holy Family Children's Home in Barut  in Nakuru town Kenya. - આ અનાથાશ્રમમાં ઉછેર થઈ રહ્યો છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, નાઈરોબી દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી પૂજનીય સંતોએ  અનાથાશ્રમમાં સ્કૂલબેગ, ડેઈલી ફૂડ - સીધું સામાન વગેરેનું દાન કર્યું હતું.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો - સંત શિરોમણી શ્રી દિવ્યસ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી મુનીશ્વર દાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ઉત્તમશરણદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અને નાઈરોબી તથા નકુરુના સત્સંગીઓ - હરિવદનભાઈ રામજીભાઈ વરસાણી, નરેન્દ્રભાઈ શિવજીભાઈ ભંડેરી, મહેશભાઈ પટેલ, હરષીલભાઈ પટેલ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનું માનવ સેવા અભિયાનનું સેવા કાર્યથી ત્યાંના કાર્ય કર્તાઓ અતિ પ્રભાવિત થયા હતા.

 

(11:16 am IST)