Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

યુ.એસ.માં સાન ફ્રાન્સિસ્કો કાઉન્ટી જજ તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા લોયર સુશ્રી વેદિકા પૂરીની નિમણુંકઃ આ હોદા ઉપર સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન મહિલા તરીકેનો વિક્રમ નોંધાયો

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં સાન ફ્રાન્સિસ્કો કાઉન્ટી જજ તરીકે ઇન્ડિયન અમેરિકન લોયર સુશ્રી વેદિકા પૂરીની નિમણુંક થઇ છે. ર જાન્યુ.૨૦૧૯ના રોજ કેલિફોર્નિયા ગવર્નરએ ૧૨ સુપિરીયર કોર્ટ જજની જાહેર કરેલી યાદીમાં તેમણે સ્થાન મેળવ્યું છે.

૪૭ વર્ષીય સુશ્રી વેદિકાએ મુંબઇની સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી બેચલર ઓફ આર્ટસ તથા અમેરિકાની સાન્તા કલારા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ લો માંથી જયુરી ડોકટર ડીગ્રી મેળવેલી છે.

સાન ફ્રાન્સિસ્કો કાઉન્ટી સુપિરીયર કોર્ટમાં જજ તરીકે નિમણુંક મેળવનાર તેઓ સૌપ્રથમ ડેમોક્રેટ ઇન્ડિયન અમેરિકન મહિલા છે.

(7:53 pm IST)