Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ઇન્ડિયન અમેરિકન મહિલા તબીબ ૪૨ વર્ષીય સુશ્રી લૈલા જીવાણીનું કરૂણ મોતઃ પર્વતારોહણ વખતે અચાનક તોતીંગ ઝાડ માથા ઉપર પડતા મોતને ભેટ્યાઃ ૬ વર્ષના પુત્રને પણ ઇજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયો

ટેકસાસઃ ઇન્ડિયન અમેરિકન પિડીયાટ્રીશીયન મહિલા સુશ્રી લૈલા જીવાણી ઉપર ૨૭ ડીસેં.૨૦૧૮ના રોજ ઝાડ પડતા તેઓનું કરૂણ મોત નિપજ્યું છે. તેઓ તેમના પતિ તથા ૩ પુત્રો સાથે ટેન્નેસી ખાતેના નેશનલ પાર્કમાં પર્વતારોહણ કરી રહ્યા હતા ત્યારે ઉપરોકત દુઃખદ ઘટના બની હતી. તેમની સાથે ચાલતા તેમના ૬ વર્ષના પુત્રને પણ ઇજા થવા પામી હતી. જેને હેલિકોપ્ટર દ્વારા તાત્કાલિક હોસ્પીટલમાં દાખલ કરાયો છે.

૪૨ વર્ષીય સુશ્રી લૈલા ટેકસાસના ફોર્ટ વર્થમાં આવેલ કૂક ચિલ્ડ્રન મેડીકલ સેન્ટરમાં સેવાઓ આપતા હતા. પર્વતારોહણ સમયે અચાનક ભારે પવન ફૂંકાતા એક મોટુ ઝાડ તેમના ઉપર પડવાથી મોત નિપજ્યુ હતું. તેમના અચાનક અવસાનથી પરિવારજનો, દર્દીઓ તથા હોસ્પિટલ સ્ટાફમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. તેમની સ્મશાનયાત્રા ર જુન ૨૦૧૯ના રોજ યોજાઇ હતી.

(7:53 pm IST)