Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો બે એરિયાના 8 મેયરો ' દિવાળી ' પર્વની ઉજવણીમાં જોડાયા : હિન્દૂ સ્વયંસેવક સંઘના ઉપક્રમે કરાયેલી વર્ચ્યુઅલ ઉજવણી પ્રસંગે RANA ,HAF ,MMBA , સહીત ઓર્ગેનાઈઝેશન્સ જોડાયા : સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ ડો.ટી.વી.નાગેન્દ્ર પ્રસાદે પ્રાસંગિક ઉદબોધન કર્યું

કેલિફોર્નિયા : યુ.એસ.માં કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં હિન્દૂ સ્વયંસેવક સંઘના ઉપક્રમે  ભારતીયોના લોકપ્રિય તહેવાર ' દિવાળી ' પર્વની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી.જે પ્રસંગે જુદા જુદા ટાઉનશીપના 8  મેયર વર્ચ્યુઅલ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે જુદા જુદા ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સ જેવા કે RANA ,HAF ,MMBA , તેમજ જેવીશ કોમ્યુનિટીના લોકો પણ ઉજવણીમાં જોડાયા હતા. ઉપરાંત સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ ડો.ટી.વી.નાગેન્દ્ર પ્રસાદે દિવાળીનું મહત્વ દર્શાવતું પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
સેવા દિવાળી તરીકે જાહેર કરાયેલા આ તહેવાર નિમિત્તે હિન્દૂ સ્વયંસેવક સંઘે કોવિદ -19 સંજોગોમાં સેવા ઇન્ટરનેશનલ સાથેના સહયોગથી 4 હજાર જેટલા પરિવારોને આપેલા માસ્ક વિષે જાણકારી આપી હતી. તેમજ 7 હજાર પાઉન્ડ જેટલું ફૂડ વિતરણ કર્યું હતું. જે કામગીરી માટે 150 જેટલા વોલન્ટિઅર્સે સેવાઓ આપી હતી.તેવું જાણવા મળે છે.

(5:53 pm IST)