Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

કેનેડામાં આવેલા ભારતીય દૂતાવાસે વધુ સુરક્ષાની માંગણી કરી : દૂતાવાસ બહાર ખાલીસ્તાની સમર્થકોએ દેખાવો કરતા ડર લાગ્યો : કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોએ ખેડૂત આંદોલનને સમર્થન આપતા કટ્ટરવાદને પ્રોત્સાહન મળ્યાની રાવ

ઓટાવા : કેનેડામાં આવેલા ઓટાવા સ્થિત ભારતીય દૂતાવાસ સામે ખાલિસ્તાન સમર્થક શીખોએ દેખાવો કર્યા હતા.  વતનમાં ચાલી રહેલા કૃષિ ધારા વિરુદ્ધના આંદોલનને સમર્થન આપવા ઉપરોક્ત દેખાવો કરાતા દૂતાવાસ ના અધિકારીઓએ સુરક્ષા વધુ કડક કરાવવા માંગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોએ ભારતના કૃષિ ધારા વિરુદ્ધ દેખાવો કરી રહેલા ખેડૂતોને સમર્થન ઘોષિત કરતા કટ્ટરવાદને પ્રોત્સાહિત મળ્યું છે તેવું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.

(12:50 pm IST)