Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ત્રણ વખત પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર રહી ચૂકેલા નવાઝ શરીફ અપરાધી તરીકે ઘોષિત : પાકિસ્તાનના ખાતેના નિવાસ સ્થાન તેમજ લંડનના નિવાસ સ્થાને પણ સમન્સ નહીં બજતા' ઘોષિત અપરાધી ' તરીકે જાહેર કરાયા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર તરીકે ત્રણ વાર ફરજ બજાવી ચૂકેલા પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર નવાઝ શરીફને ઇસ્લામાબાદ હાઇકોર્ટે 'ઘોષિત અપરાધી ' તરીકે જાહેર કરી દીધા છે.

તેમના ઉપર ભ્રષ્ટાચારના આરોપો છે.જે અંગે ચાલી રહેલા કોર્ટ કેસ દરમિયાન મેડિકલ ટ્રીટમેન્ટ લેવા  4 સપ્તાહ માટે તેઓને લંડન જવાની પરવાનગી આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી પાછા નહીં ફરતા  તેમના પાકિસ્તાન ખાતેના નિવાસ સ્થાન તેમજ લંડન ખાતેના નિવાસ સ્થાને સમન્સ પાઠવાયું હતું પરંતુ તે નહીં બજતા તેઓને કોર્ટે ' ઘોષિત અપરાધી ' તરીકે જાહેર કરી દીધા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:10 pm IST)