Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ઇન્ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી જેનિફર રાજકુમારએ ન્યુયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં ઉમેદવારી નોંધાવીઃ ન્યુયોર્કમાં જન્મ તથા ઉછેર બદલ ગૌરવ અનુભવવાની સાથે પ્રજાનું ઋણ ચૂકવવાનો હેતુ

ઇન્ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી જેનીફર રાજકુમારએ ન્યુયોર્કના ૩૮મા સ્ટેટ એસેમ્બલી ડીસ્ટ્રીકટમાંથી ઉમેદવારી નોંધાવી છે. તેમના ચૂંટણી કમ્પેનમાં સાથ આપવા તેમણે પ્રજાજનોને ટિવટરના માધ્યમથી અનુરોધ કર્યો છે.

માત્ર ૩૦૦ ડોલરની મુડી સાથે ભારતથી અમેરિકા આવેલા સુશ્રી જેનિફરના માતા-પિતાને ન્યુયોર્કમાંથી મળેલી સમૃધ્ધિ તથા સહકાર બદલ તેમજ પોતે પણ ન્યુયોર્કમાં જન્મવા અને ઉછેરવા બદલ ગૌરવ અનુભવવાની સાથે ન્યુયોર્કની પ્રજાનું ઋણ ચૂકવવા તથા સેવા માટે ઉમેદવારી નોંધાવી છે તેમ જણાવ્યું હતું.

(8:39 pm IST)
  • ઇક્વાડોરે શરણ નહીં આપતા લંપટ નિત્યાનંદ ' હૈતી ' તરફ ભાગી ગયો : સત્તાવાર જાહેરાત access_time 7:20 pm IST

  • સોમવાર નવ ડિસેમ્બરથી ત્રણ દિવસ માટે મળી રહેલ ગુજરાત વિધાનસભામાં આઠ સરકારી ખરડાઓ મુકવામાં આવશે access_time 9:59 pm IST

  • વડોદરામાં લગ્ન કરવાની લાલચ આપી સગીર વયની બાળાનું અપહરણ કરી બળાત્કાર કરવા સબબ ઉત્તર પ્રદેશના શખ્સની ધરપકડ થઈ છે access_time 10:05 pm IST