Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

યુ.એસ. ની વર્જીનીયા સેનેટમાં ફોકસ ટ્રેઝરર તરીકે ચૂંટાઇ આવતા ઇન્ડિયન અમેરિકન સેનેટર સુશ્રી ગઝલા હાશ્મી

વર્જીનીયાઃ યુ.એસ. ની વર્જીનીયા સેનેટમાં ડેમોક્રેટ પાર્ટીના નેતાઓની નિમણુંક માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં ર૦૧૯ ની સાલમાં ૧૦ મા સેનેટ ડીસ્ટ્રીકટમાંથી ચૂંટાઇ આવેલા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ગઝલા હાશ્મી ફોકસ ટ્રેઝરર તરીકે ચૂંટાઇ આવ્યા હતા.  ઉપરાંત અન્ય ડેમોક્રેટસ મેજોરીટી લીડર સહિતના વિવિધ હોદાઓ ઉપર ચૂંટાઇ આવ્યા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.       

(10:06 pm IST)