Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

''મહિલા હાઉસીંગ સેવા ટ્રસ્ટ'': ઓછી આવક ધરાવતા પરિવારોની મહિલાઓને પગભર કરવા કાર્યરત ઇન્ડિયન NGO: યુનાઇટેડ નેશન્શ દ્વારા ગ્લોબલ કલાઇમેટ એકશન એવોર્ડ માટે પસંદગીઃ ૧૦ ડીસેં.૨૦૧૯ના રોજ સ્પેન ખાતે એવોર્ડ આપી સન્માનિત કરાશે

વોશીંગ્ટનઃ ઓછી આવક ધરાવતી મહિલાઓને પગભર કરવા તથા તેમના સશકિતકરણ માટે કાર્યરત ઇન્ડિયન NGO મહિલા હાઉસીંગ સેવા ટ્રસ્ટની પસંદગી યુનાઇટેડ નેશન્શના ''ગ્લોબલ કલાઇમેટ એકશન એવોર્ડ'' માટે થઇ છે.

૨૦૧૯ની સાલ માટે પસંદ કરાયેલા ૧૫ એવોર્ડ વિજેતાઓમાં આ ટ્રસ્ટની પસંદગી કરવામાં આવી છે. જેના નેજા હેઠળ અત્યાર સુધીમાં ભારત, બાંગલાદેશ તથા નેપાળના ઓછી આવક ધરાવતા ૨૫ હજાર પરિવારોને મદદ કરાઇ છે. એવોર્ડ વિતરણ સમારોહ ૧૦ ડીસેં.ના સ્પેન ખાતે યોજાશે. તેવું UNN દ્વારા જાણવા મળે છે.

(7:37 pm IST)