Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

અમેરિકાના એટલાન્ટામાં યોજાનારી" મિસ યુનિવર્સ સૌંદર્ય સ્પર્ધા " માં વર્તિકા સિંઘ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

મુંબઈ : તાજેતરમાં મિસ દિવા યુનિવર્સ 2019 નો તાજ વિજેતા સુશ્રી વર્તિકા સિંઘ હવે અમેરિકાના એટલાન્ટામાં 8 ડિસેમ્બરના રોજ યોજાનારી મિસ યુનિવર્સ સૌંદર્ય સ્પર્ધામાં  ભારતનું પ્રતિનિધિત્વ કરશે

તેણે જણાવ્યું હતું કે બોલીવુડમાં જવાની ઈચ્છાથી નહીં પરંતુ ભારતને મિસ યુનિવર્સનો તાજ અપાવવાના હેતુથી પોતે ઉપરોક્ત સ્પર્ધામાં ભાગ લેશે

ઉલ્લેખનીય છે કે આ તાજ છેલ્લા 19 વર્ષથી ભારતને મળ્યો નથી.

(12:28 pm IST)