Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં યોજાયેલી ટેક્નોલોજી સમિટમાં ઇન્ડિયન અમેરિકન શ્રી સત્ય નાદેલા તથા શ્રી સુંદર પિચાઈ ને આમંત્રણ : દેશની નવીનતમ ટેક્નોલોજીની સુરક્ષા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ચર્ચા વિચારણાઓ થઇ

વોશિંગટન : અમેરિકાની અદ્યતન ટેક્નોલોજીની સુરક્ષા માટે વ્હાઇટ હાઉસમાં સિલિકોન વેલીની ગ્લોબલ કંપનીઓના  CEO ની સમિટ નું આયોજન કરાયું હતું.જેમાં માઈક્રોસોફ્ટના ઇન્ડિયન અમેરિકન  CEO   શ્રી સત્ય નાદેલા તથા ગુગલના CEO  શ્રી સુંદર પિચાઈ ને આમંત્રણ પાઠવાયું હતું

 પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાન્કા ટ્રમ્પ આયોજિત સમિટમાં ટ્રમ્પએ બંને ઇન્ડિયન અમેરિકન  CEO સાથે વ્યક્તિગત ચર્ચા વિચારણાઓ કરી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:19 pm IST)
  • ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અતુલ કરવાલની બઢતી :સીઆરપીએફમા આઈજી તરીકે ફરજ બજાવી રહેલા કરવાલ ન એડિશનલ ડિજી તરીકે અપાઈ બઢતી : હાલ CRPF મા આઈજી તરીકે ડેપ્યુટશન પર છે અતુલ કરવાલ. access_time 9:52 pm IST

  • ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ બીફ ખાતા પોસ્ટ કર્યો ફોટો ;કહ્યું ભાજપ શાસિત ગોવામાં જશ્ન માનવી રહયો છું :રામચંદ્ર ગુહા ભાજપની નીતિઓના ટીક્કાકાર છે :આગાઉ અમદાવાદ યુનિવર્સીટીમાં ભણાવવા ઇન્કાર કર્યો હતો : ગુહાએ ટ્વીટ કર્યું કે જુના ગોવામાં જાદુઈ સવાર ગુજાર્યા બાદ પણજીમાં લંચ કર્યું :ગોવા ભાજપ શાસિત છે એટલા માટે જશ્નમાં મેં બીફ ખાવા નિર્ણંય કર્યો :ગુહાએ ગોવાની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી access_time 12:36 am IST

  • છોટાઉદેપુર ખાતે આવેલી લાંચ રૂશ્વત કચેરી માં ઘરફોડ ચોરી થઈ છેતસ્કરો દરવાજા ના ન્કુચા તોડી ઑફિસ માં પ્રવેશી તીજોરી માંથી 55, 000 રોકડા પાવડર વાળી નોટો લઇ ગયા છેતેમજ ગુનાના કામે વપરાયેલ કવર જેમા લાંચ રૂશ્વત માં પકડાયેલા આરોપી ઓ ના જવાબના કવરો પણ ફાડી ને લઇ ગયા છે access_time 3:56 pm IST