Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

બ્રિટનમાં 2008 ની સાલથી અમલી બનાવાયેલા " ગોલ્ડન વિઝા " રદ : વિદેશી રોકાણકારોને કાયમી નાગરિકત્વ આપતા ટાયર -1 વિઝાનો નાણાંની ગેરકાયદે હેરાફેરી તથા ગુનાખોરીને પ્રોત્સાહન આપવા થઇ રહેલો ઉપયોગ ડામવાનો હેતુ

લંડન : બ્રિટન સરકારે ગઈકાલ ગુરુવાર મધરાતથી વિદેશી રોકાણકારોમાં ખુબ લોકપ્રિય થઇ ચૂકેલા ટાયર -1 એટલેકે ગોલ્ડન વિઝા રદ કરવાનો નિર્ણય લીધો છે.સરકારના મંતવ્ય મુજબ આ વિઝાનો ઉપયોગ કથિત ગેરકાયદે નાણાંની હેરાફેરી માટે તથા ગુનાખોરીને પ્રોત્સાહન આપવા થઇ રહ્યો હતો.

 ઉલ્લેખનીય છે કે આ વિઝા ભારત,ચીન,રશિયા સહિતના દેશોના નાગરિકોમાં ખુબ લોકપ્રિય હતા.જેઓ નક્કી કરેલી રકમના રોકાણ દ્વારા બ્રિટનનું કાયમી નાગરિકત્વ મેળવી શકતા હતા.

(12:36 pm IST)