Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

''હવે ૪૮ કલાકમાં જ પાસપોર્ટ''ઃ અમેરિકાના હયુસ્ટનમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના ઉપક્રમે ૨૯ નવેં.૨૦૧૮ના રોજ પાસપોર્ટ સેવા પ્રોજેકટ ખુલ્લો મુકાયો

હયુસ્ટનઃ અમેરિકામાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા હયુસ્ટનના ઉપક્રમે તાજેતરમાં ૨૯ નવેં.૨૦૧૮ના રોજ પાસપોર્ટ સેવા પ્રોજેકટ હયુસ્ટનમાં ખુલ્લો મુકાયો હતો. જેનું ઉદઘાટન કાર્યકારી કોન્સ્યુલ જનરલ શ્રી સુરેન્દ્ર અધાનાએ દીપ પ્રાગટય દ્વારા કર્યુ હતું. જે પૈકી સ્થળ ઉપર જ સૌપ્રથમ પાસપોર્ટ શ્રી એ.કે.સિંઘ નાયક અરજદારને આપવામાં આવ્યો હતો.

આ અગાઉ પાસપોર્ટ માટે મંજુરી મળ્યા બાદ તે ભારતમાં છપાતો હતો. તેથી તે મળતા ૬ થી ૮ દિવસ થઇ જતા હતા. પરંતુ હવે સ્થાનિક કક્ષાએ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાતા ૪૮ કલાકમાં પાસપોર્ટ આપી દેવાશે. તેવું IAN  દ્વારા જામવા મળે છે.

(9:23 pm IST)
  • દેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST

  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST

  • પીટર મુખર્જીની જામીન અરજીનો સીબીઆઈએ કર્યો વિરોધ :તેની સામે પર્યાપ્ત પુરાવા :મુખરજીએ દાખલ કરેલી અરજીમાં પોતે ગુન્હામાં સામેલ હોવાનો ઇન્કાર કર્યો હતો :સીબીઆઈએ જામીન અરજી અંગે કહ્યું કે પીટર ,શીના બોરનું અપહરણ અને હત્યાના જધન્ય અપરાધમાં સામેલ હતા અને તેની વિરુદ્ધ આરોપ સાબિત કરવા પૂરતા પુરાવા છે access_time 1:02 am IST