Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

યુ.એસ.માં ''ગુજરાત કલ્ચરલ એશોશિએશન ઓફ શિકાગો''ના ઉપક્રમે ૧૭ નવેં.૨૦૧૮ના રોજ દિવાળી ઉત્સવ ઉજવાયોઃ મ્યુઝીકલ મેલોડી ગૃપના મનોરંજન સહિત પરંપરાગત કાર્યક્રમોથી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગુજરાતી પરિવારો ખુશખુશાલ

શિકાગોઃ યુ.એસ.માં ગુજરાત કલ્ચરલ એશોશિએશન શિકાગોના ઉપક્રમે ૧૭ નવેં.૨૦૧૮ના રોજ લોકપ્રિય તહેવાર દિવાળી ઉત્સવ ઉજવાઇ ગયો. જેમાં મિડોસ કલબ,2950 W. ગોલ્ફ રોડ, રોલીંગ મિડોસ, ઇલિનોઇસ મુકામે કરાયેલી ઉજવણીમાં મ્યુઝીકલ મેલોડી ગૃપના પ્રોગ્રામએ ઉપસ્થિત પરિવારોને ખુશખુશાલ કરી દીધા હતા.

શ્રીમતિ અમિશા પટેલએ સહુ ઉપસ્થિતો તથા બેંકવેટ ચેર શ્રી જયોતિન્દ્ર પટેલ, શ્રી કાંતિભાઇ પટેલ સહિતનાઓનું સ્વાગત કર્યુ હતું. દીપ પ્રાગટય ચિફ ગેસ્ટ ડો.રશ્મિ પટેલ, શ્રી જે.બી.ભટ્ટી, કોન્સ્યુલેટ ઓફિસના પ્રતિનિધિ, શ્રી કાંતિ એસ.પટેલ, તથા તેમના પત્ની શ્રીમતિ જયોતિ પટેલ, શ્રી જયોતિન્દ્ર પટેલ તથા તેમના પત્ની શ્રીમતિ ગીતા પટેલ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કરાયું હતું

આ તકે ગુજરાતના સપૂત મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. ઇલિનોઇસ સર્કિટ કોર્ટના કલાર્ક શ્રી ડોરોથી બ્રાઉનને સ્ટેજ ઉપર બોલાવી સન્માન કરાયું હતું. જેઓ આ એશોશિએશન દ્વારા થઇ રહેલી દિવાળી ઉત્સવની ઉજવણીથી પ્રભાવિત થયા હતા. તેમણે સહુને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાત કલ્ચર એશોશિએશનની સ્થાપના ૧૯૭૩ની સાલમાં થઇ હતી. જેના ફાઉન્ડીંગ મેમ્બર શ્રી શંકરભાઇ પટેલ, શ્રી લાલુભાઇ પટેલ, શ્રી બાબુભાઇ પટેલ, સહિતના ગુજરાતીઓ હતા. આ એશોશિએશન શિકાગો મેટ્રોપોલિટન એરીયાનું સહુપ્રથમ અને સૌથી મોટુ સંગઠન ગણાય છે. તેવું શ્રી સુરેશ તથા સુશ્રી ઉષા બોડીવાલાની યાદી દ્વારા જાણવા મળે છે. 

(8:57 am IST)
  • જાતીય સતામણી કેસમાં ધરપકડ થયેલ મીકાસિંહનો સંયુક્ત આરબ અમીરાતમાં છુટકારો :17 વર્ષીય બ્રાઝીલીયન મોડલને વાંધાજનક ફોટા મોકલવાના કથિત ફરિયાદ બાદ ગાયક મીકાસિંહની ધરપકડ કરાઈ હતી :તેને બોલીવુડની ફિલ્મમાં કામ અપાવી દેવાનો પણ વાયદો કર્યો હતો :અબુધાબીના રાજદૂતના હસ્તક્ષેપ બાદ મીકાસિંહને મુક્તિ મળી ;હવે બાદમાં અદાલતમાં રજૂ થશે :મીકાસિંહની દુબઈમાં ધરપકડ કરાઈ હતી : ફરિયાદકર્તા પાસે અબુધાબીના વિઝા હોવાથી મીકાસિંહને અબુધાબી લઇ જવાયો હતો access_time 12:43 am IST

  • ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અતુલ કરવાલની બઢતી :સીઆરપીએફમા આઈજી તરીકે ફરજ બજાવી રહેલા કરવાલ ન એડિશનલ ડિજી તરીકે અપાઈ બઢતી : હાલ CRPF મા આઈજી તરીકે ડેપ્યુટશન પર છે અતુલ કરવાલ. access_time 9:52 pm IST

  • અમરેલી જિલ્લાના બગસરાના સુડાવડ ગામની સીમમાંથી બાળકને ઉઠાવી જનાર દીપડાએ બળદનો શિકાર કર્યો છેચાર દિવસ વીત્યા બાદ હજુ બાળકના અવશેષો પણ વનવિભાગને હાથ લાગ્યા નથી......વનવિભાગે દીપડાને પકડવા પાંજરું મૂક્યું હોવા છતાં દીપડો વનવિભાગને આપી રહ્યો છે ખો.....બાળક બાદ બળદનો શિકાર થતા ફરી વનવિભાગે સક્રિય થયું છે જ્યારેદીપડાના ખોંફથી ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે access_time 3:57 pm IST