Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

યુ.એસ.ના ન્યુજર્સીમાં સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન મળ્યુંઃ ગુજરાતના વિદ્યાનગરમાં અભ્યાસ કરતા આ યુનિવર્સિટીના વર્તમાન સ્ટુડન્ટસને એશોશિએશન દ્વારા અપાતી સ્કોલરશીપ વિષે માહિતી આપીઃ કોમ્યુનીટી માટે વિશેષ યોગદાન આપનાર ૧૧ મહાનુ ભાવોનું બહુમાન કરાયું

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં એડિસન, ન્યુજર્સી મુકામે ૨૪ નવેં.૨૦૧૮ના રોજ સરદાર પટેલ યુનિવર્સિટીના યુ.એસ. સ્થિત પૂર્વ વિદ્યાર્થીઓનું ૧૬મું વાર્ષિક અધિવેશન મળી ગયું.

રોયલ આલ્બર્ટ પેલેસ ખાતે મળેલા આ અધિવેશનમાં ૮૦૦ ઉપરાંત પૂર્વ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. જે પ્રસંગે અધિવેશનના ચિફ ગેસ્ટ તરીકે ચરોતર વિદ્યા મંડળના ચેરમેન શ્રી ભીખુભાઇ પટેલ હાજર રહ્યા હતા.

આ તકે એશોશિએશન પ્રેસિડન્ટ શ્રી અજય પટેલએ સહુનું સ્વાગત કર્યુ હતું. તથા સરદાર પટેલ યુનિવર્સિટી (SPU)ના આ પૂર્વ વિદ્યાર્થીઓના એશોશિએશનને યુનિવર્સિટીએ માન્યતા આપી દીધી હોવાનું જણાવ્યું હતું. બાદમાં એશોશિએશન દ્વારા સંચાલિત સ્કોલરશીપ પ્રોગ્રામનો વીડિયો દર્શાવાયો હતો વાઇસ પ્રેસિડન્ટ શ્રી જતિન દેસાઇએ વિદ્યાનગરમાં ૮૦ સ્ટુડન્ટસને સ્કોલરશીપ માટે ડોનેશન આપવા અનુરોધ કર્યો હતો. ચિફ ગેસ્ટ શ્રી ભીખુભાઇ પટેલએ SPU તથા CVMને મદદરૃપ થવા બદલ એશોશિએશનનો આભાર માન્યો હતો.

ચેરમેન શ્રી ચિનુભાઇ જાનીએ આ બન્ને સંસ્થાઓને મદદરૃપ થવાના આયોજન અંગે જાણકારી આપી હતી.

અધિવેશનમાં કોમ્યુનીટી માટે વિશેષ યોગદાન આપનાર ૧૧ મહાનુભાવોનું બહુમાન કરાયું હતું. જેમાં શ્રી કનુભાઇ પટેલ, શ્રી કિરીટભાઇ એન પટેલ, શ્રી કિરીટભાઇ બી.પટેલ, શ્રી કિશોરભાઇ પટેલ, શ્રી રમેશભાઇ પટેલ, ડો.શરદ ઠકકર, ડો.ગોરધનભાઇ પટેલ, શ્રી આલ્બર્ટ જસાણી તથા સુશ્રી શોભનાબેન પટેલ, શ્રી મહેશ રાઓલજી, તથા ડો.અમિત ત્રિવેદીનો સમાવેશ થતો હતો.

બાદમાં મોટીવેશન સ્પીકર શ્રી સંજય રાવલ તથા કોમેડી કિંગ શ્રી દિનકરભાઇ મહેતાના ઉદબોધનો થયા હતા. એશોશિએશનના ફાઉન્ડીંગ ચેરમેન શ્રી સી.ઝેડ.પટેલ ઉપસ્થિતોનો આભાર માન્યો હતો. તથા એશોશિએશનને ૧૧ હજાર ડોલરનું ડોનેશન આપનાર શ્રી કિરીટભાઇ બી પટેલ પ્રત્યે વિશેષ આભારની લાગણી વ્યકત કરી હતી. બાદમાં ડિનરનું આયોજન કરાયું હતું.

અધિવેશનને સફળતાપૂર્વક સંપન્ન કરાવવા માટે લ્ભ્ખ્ યુ.એસ.એની ટીમના મેમ્બર્સ શ્રી સી.ઝેડ.પટેલ, શ્રી ડી.ડી. પટેલ, શ્રી હર્ષદ પટેલ, શ્રી રતિભાઇ પટેલ, શ્રી ભરત પટેલ, શ્રી મહેન્દ્ર (પ્ક્ષ્) પટેલ, શ્રી ધર્મેશ પટેલ, શ્રી ચિનુભાઇ જાની, શ્રી અલય પટેલ, શ્રી જતિન દેસાઇ, શ્રી કમલેશ પટેલ, શ્રી પિયુષ પટેલ, શ્રી અરૃપ પટેલ, શ્રી રશ્મિ પટેલ, શ્રી નિલેષ પટેલ, શ્રી સચિન વ્યાસ, શ્રી પ્રકાશ પટેલ, સુશ્રી હીના પટેલ, શ્રી કમલેશ પટેલ, સુશ્રી રિના પટેલ, શ્રી હસમુખ પટેલ, તથા શ્રી હરિભાઇ પટેલ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. તેવું શ્રી અલય પટેલના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(9:27 pm IST)
  • પોરબંદર :રાણાબોરડી ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી પોરબંદર એલસીબી: કોઈપણ પ્રકારની ડિગ્રી વગર એલોપેથીક દવાઓ સાથે કરતો હતો પ્રેક્ટીસ:બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો ગુનો access_time 3:30 pm IST

  • ગીરસોમનાથ :તાલાલાના બોરવાવ ગામે પીતાની નજર સામે 8 વર્ષના પૂત્ર પર દિપડાએ કર્યો હુમલો:પિતાએ દીપડાનો પીછો કરતા ઇજાગ્રસ્ત પૂત્રને છોડી દીપડો નાસી છુટ્યો :વનવીભાગે બે પીંજરા મૂકતા હુમલાખોર દીપડો ઝડપાયો access_time 3:30 pm IST

  • વડોદરા :સ્કૂલ કમ્પાઉન્ડમાં સ્કૂલવાનમાં આગ :સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓને ઉતારી લેવાયા :સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના ન બની :પાદરા ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો :પાદરાની ડી.ડી. પટેલ શારદા હાઈસ્કૂલની ઘટના access_time 3:30 pm IST