Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

" બાલ સંસ્કાર શિબિર " : શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ યુ.એસ.એ.ના ઉપક્રમે 23 થી 25 ડિસે 2018 દરમિયાન ડલાસ ટેક્સાસમાં કરાયેલું આયોજન :

ટેક્સાસ : શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ યુ.એસ.એ.ના ઉપક્રમે  23 થી 25 ડિસે 2018 દરમિયાન  ડલાસ ટેક્સાસમાં ત્રિદિવસીય શિબિરનું આયોજન કરાયું છે.' પાવર ઓફ ફેઈથ 'ના સૂત્ર સાથે આયોજિત આ શિબિરમાં જોડાનાર બાળકો માટે કોઈ ફી રાખવામાં આવી નથી.50 ડોલરની ભરવાની થતી ડિપોઝીટ શિબિર પૂર્ણ થયા બાદ પરત આપવામાં આવશે બાળકોમાં સંસ્કારના સિંચન માટે યોજવામાં આવેલી આ શિબિરમાં વહેલાસર રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કરાયો છે.જે અંગે વિશેષ માહિતી માટે  શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ 621 પાર્ક વિસ્ટા રોડ,પ્લાનો ટેક્સાસનો સંપર્ક સાધવા અથવા કોન્ટેક નં (817) 690 -7252 અથવા (214) 554-3653 દ્વારા અથવા balsanskar@gurukul.us દ્વારા સંપર્ક સાધવા ગુરુકુળની યાદીમાં જણાવાયું છે.

(12:54 pm IST)