Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

અમેરિકાના શિકાગોમાં આવેલા ચર્ચની જગ્‍યાએ BAPS શ્રી સ્‍વામીનારાયણ મંદિરનું નિર્માણ થશેઃ ર.૪ એકરની વિશાળ જગ્‍યામાં મંદિર, ભોજનશાળા, કોમ્‍યુનીટી હોલ સહિતના આયોજનો થશે : હિન્‍દુ ધર્મના પ્રચાર તથા પ્રસાર માટેના કાર્યને બિરદાવતા યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્‍દુઝમના પ્રેસિડન્‍ટ

શિકાગો : અમેરિકાના શિકાગોમાં આવેલા ચર્ચની ર.૪ એકર વિશાળ જગ્‍યામાં  BAPS દ્વારા મંદિરનું નિર્માણ કરાશે. જયાં દરરોજ દર્શન થશે. તેમજ ઉત્‍સવોની ઉજવણી, આદ્યાત્‍મિક તેમજ કોમ્‍યુનીટી કાર્યક્રમો, ભોજનશાળા તેમજ ચેરીટી પ્રોગ્રામોના આયોજનો પણ થઇ શકે તેવો પ્‍લાન નકકી કરાયો છે.

હિન્‍દુ ધર્મ તથા સંસ્‍કૃતિના વ્‍યાપ માટે BAPS દ્વારા કરાયેલા  આ આયોજનને યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્‍દુઝમના પ્રેસિડન્‍ટ શ્રી રાજન ઝેડ એ બિરદાવ્‍યું છે. જે ભાવિ પેઢીના નિર્માણમાં મહત્‍વનો ફાળો આપશે.

BAPS દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ભગવાનના ઉપદેશ મુજબ ધર્મ તથા સેવાના વ્‍યાપ માટે વિશ્વમાં ૩૮પ૦ જેટલા સત્‍સંગ સેન્‍ટર કાર્યરત છે. પંચાવન હજાર જેટલા વોલન્‍ટીયર્સ તથા એક હજાર જેટલા સંતો સેવા આપી રહયા છે તથા આ સંપ્રદાયના કરોડો અનુયાયીઓ સમગ્ર વિશ્વમાં છે. જેનું વડુ મથક અમદાવાદમાં છે તથા નોર્થ અમેરિકામાં પિસ્‍કારા વે ન્‍યુજર્સી મુકામે હેડકાવર્ટર છે. તેવું શ્રી રાજન ઝેડની યાદીમાં જણાવાયું છે.

 

(9:22 pm IST)