Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ગુસાંઇજીનુ જાહેર પ્રાકટ્‍યોત્‍સવ(જલેબી ઉત્‍સવ) : યુ.એસ. માં શ્રી દ્વારકાધિશ મંદિર, પાર્લિન, ન્‍યુજર્સી મુકામે ૧૬ ડીસે. ર૦૧૭ ના રોજ થનારી ઉજવણી

(દિપ્‍તીબેન જાની દ્રારા) ન્‍યુજર્સી  : યુ.એસ. માં શ્રી દ્વારકાધિશ મંદિર, ૭૧૭ વોશીંગટન રોડ, પાર્લિન, ન્‍યુજર્સી મુકામે આગામી ૧૬ ડીસે. ર૦૧૭ શનિવારના રોજ ગુસાંઇજીનુ જાહેર પ્રાકટ્‍યોત્‍સવ(જલેબી ઉત્‍સવ) ઉજવાશે.

ઉત્‍સવની ઉજવણી અંતર્ગત ૧૧ ડિસે. ર૦૧૭ માગસર વદ ૯ સોમવારે મંગળાના દર્શનનો સમય સવારે ૮ થી ૮:૩૦, શૃંગાર ૧૦.૩૦ થી ૧૧(શૃંગારમાં પલના ના  દર્શન થશે) રાજભોગ દર્શન બપોરે ૧ર.૦૦ થી ૧.૦૦ વાગ્‍યા દરમિયાન થશે. જે અંતર્ગત રાજભોગ માં તિલક ના દર્શન થશે.

ઉત્‍થાપન દર્શન બપોરે ૪.૦૦ થી ૪.૩૦ સંધ્‍યા દર્શન પ.૩૦ થી ૬.૦૦ તથા શયનના દર્શન સાંજે ૭.૦૦ થી ૮.૦૦ વાગ્‍યા દરમિયાન થશે. શયનમાં લાલ જરદોષિ બંગલામાં દર્શન થશે.

૧૬ ડીસે. ર૦૧૭ માગસર વદ ૧૩ શનિવારના રોજ શ્રી ગુસાંઇજીનો જાહેર ઉત્‍સવ ઉજવાશે. ઉત્‍સવ અંતર્ગત મંગળા દર્શન સવારે ૮.૦૦ થી ૮.૩૦, શૃંગાર ૧૦.૩૦ થી ૧૧.૦૦ તથા રાજભોગના દર્શન બપોરે ૧ર.૦૦ થી ૧.૦૦ વાગ્‍યા દરમિયાન થશે.

ઉત્‍થાપનના દર્શન બપોરે ૪.૦૦ થી ૪.૩૦, સંધ્‍યા દર્શન પ.૩૦ થી ૬.૦૦ તથા શયનના દર્શન સાંજે ૭.૦૦ થી ૮.૦૦ વાગ્‍યા દરમિયાન થશે.ફ (શયનમાં સોનાના બંગલા મા દર્શન) તમામને ઉત્‍સવમાં સામેલ થવા જાહેર આમત્રંણ પાઠવાયું છે.

જલેબી ઉત્‍સવ મનોરથી થવા ઇચ્‍છુક વૈષ્‍ણવોએ મંદિરના કાર્યલયનો રૂબરૂ અથવા ફોન નં. ૭૩ર-રપ૪-૦૦૬૧ દ્વારા સંપર્ક સાધવા વિનંતી કરાઇ છે.

 

(9:19 pm IST)