Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

શિકાગોના ભારતીય સીનીયર સીટીઝનના સભ્‍યોએ વીસ હજાર જેટલા ડોલર બ્‍લાઇન્‍ડ ફાઉન્‍ડેશન ફોર ઇન્‍ડીયા ને૫રવીલના અગ્રણી ડો.મનુભાઇ વોરાને દાનમાં આપી તેમણે ભારતીય સીનીયર સીટીઝન વતી એક મેડીકલ વેન ચિખોદરામાં આપેલ શ્રી રવીશંકર મહારાજ આઇ હોસ્‍પીટલને અર્પણ કરીઃ આ આઇ હોસ્‍પીટલના સંચાલકોએ ભારતીય સીનીયર સીટીઝન સંસ્‍થાના સંચાલકોનો આભાર માન્‍યો અને તેમના કાર્યોની મૂકત કંઠે કરેલી પ્રશંસા તથા સરાહના

(સુરેશ શાહ ધ્‍વારા) બાર્ટલેટ (શિકાગો) ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગો સંસ્‍થા ધ્‍વારા સીનીયરોના હિતાર્થે અનેક પ્રકારની રચનાત્‍મક પ્રવૃતિઓ કરે છે પરંતુ આ સંસ્‍થાના સંચાલકોએ સીનીયર સભ્‍યોના સહયોગથી વીસ હજાર જેટલા ડોલરો અનુદાનમાં મેળવીને તે રકમ બ્‍લાઇન્‍ડ ફાઉન્‍ડેશન ફોર ઇન્‍ડીયા ને૫રવીલના અગ્રણી ડો મનુભાઇ વોરાને અર્પણ કર્યા હતા અને તેમણે તાજેતરમાં એક મોબાઇલ વાન ખરીદીને ગુજરાત રાજયના આણંદ શહેર નજીક આવેલ ચિખોદરાની શ્રી આર.એમ આઇ હોસ્‍પીટલને ભેટ આપી એક ઉમદા કાર્ય કરેલ છે.

ડો. મનુભાઇ વોરા વર્ષોથી બ્‍લાઇન્‍ડ ફાઉન્‍ડેશન ફોર ઇન્‍ડીયા નામની એક સંસ્‍થા ને૫રવીલ ટાઉનમાં ચલાવે છે અને તે સંસ્‍થા ધ્‍વારા ભારતના ભીન્‍ન ભીન્‍ન રાજયોમાં નેત્રો અંગે અનેક પ્રકારના પ્રોગ્રામોનું આયોજન કરીને જરૂરતવાળા લોકોને તમામ અંગે સહાય પુરી પાડે છે.

ગયા જુલાઇ માસમાં શિકાગોની સંસ્‍થામાં ડો. મનુભાઇ વોરા પધાર્યા હતા અને તેમણે પોતાના ફાઉન્‍ડેશન ધ્‍વારા જે વિવિધ પ્રકારના પ્રોગ્રામો નેત્રની જાણવણી માટે યોજવામાં આવે છે તેની આછેરી રૂપરેખા આપી હતી અને સૌ સીનીયરોને ઉદારદીલે ફાળો આપવા માટે શીલ નાંખતા.તમામ સીનીયરોએ ફાળો નોંધાવી વીસ હજાર ડોલર જેટલી માતબર રકમ ડો.મનુભાઇ વોરાને આપી હતી. અને તેમણે એક મોબાઇલ મેડીકલ વાન ખરીદીને આણંદ નજીક ચિખોદરા ગામમાં કાર્યવંત શ્રી રવિશંકર મહારાજ આઇ હોસ્‍પીટલના સંચાલકોને ભેટ આપી હતી.

આ પ્રસંગે હોસ્‍પીટલના સંચાલકોએ શિકાગોમાં કાર્ય કરતા ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગોના સંચાલકોનો આભાર માન્‍યો હતો અખે આ માનવતાના પૂણ્‍ય કાર્યમાં સહાયરૂપ બનવા બદલ આ સંસ્‍થા ફરી વખત હદયપૂર્વક આભાર માન્‍યો હતો.

ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગોએ જે આ માનવતા ભર્યુ કાર્ય કર્યુ તેની તમામ સ્‍થળે સરાહના થઇ રહી વે અને તેના સંચાલકો અભિનંદનને પાત્ર છે.

 

(10:00 pm IST)