Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

અમેરિકામાં એશિયન ઇન્‍ડિયન સિનીયર એશોશિએશન નું વાર્ષિક ફંકશન યોજાયું : નોર્વોક પાયોનિયર ખાતે આવેલા સનાતન મંદિરમાં કરાયેલી ઉજવણીમાં રાષ્‍ટ્રગીતનું ગાન, સરગમ ગૃપના ફિલ્‍મી ગીતો, રમેશ પારેખની રચનાઓ તથા સ્‍વાદિષ્‍ટ ડીનરથી સિનીયરો ખુશખુશાલ

કેલિફોર્નિયા :  અમેરિકા -કેલિફોર્નિયા પાયોનિયર ખાતે આવેલ સનાતન મંદિરના હોલમાં એશિયન ઇન્‍ડિયન સિનિયર એશોસિએશન(AISA) એ રં૦૧૭ ના વાર્ષિક ફંકશનની ઉજવણી માટે મ્‍યુઝિક પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમ માટે લગભગ ૩૦૦ જેટલા સિનિયરોએ તા.રજી ડિસેમ્‍બરની સાંજે પ.૦૦ વાગે હોલ ખાતે આવવાની શરુઆત કરેલ. પ.૩૦ થી ૭.૦૦ સુધી સુંદર ડીનરની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. ત્‍યાર બાદ બધાએ હોલમાં પોતાના સ્‍થાન ગ્રહણ  કરેલ. બરાબર ૭.૩૦ વાગે આ એશોસિએશના જાગ્રુતિબેન અને સિધ્‍ધાર્થભાઇ એ સૌ મહેમાનોને આવકાર આપ્‍યો હતો તેમજ આ મ્‍યુઝિક પ્રોગ્રામ માટે સાન-ફ્રાન્‍સિસ્‍કોથી આવેલ સરગમ સંગીત ગ્રુપ ના કલાકરો પલક-આશિસ અન શિવમ વ્‍યાસનો પરીચય આપી આવકાર આપ્‍યો હતો. ત્‍યારબાદ આપણા રાષ્‍ટ્રગીત જન ગણ મન... થી મ્‍યુઝિક પ્રોગ્રામની શરુઆત કરવામાં આવી હતી. જેમાં હાજર સૌ એ પોત પોતાના સ્‍થાન પર ઉભા થઇને રાષ્‍ટ્રથીત ગાયુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં જીતેન્‍દ્રભાઇ પટેલ(પ્રમુખ) અને બોર્ડ ઓફ ડિરેકટરો શ્રી નરેશભાઇ પટેલ, શ્રી સુભાષભાઇ ભટૃ, સુ.શ્રી મીનાબેન પટેલ તેમજ શ્રી અરવિંદભાઇ પટેલ વગેરે એ ખુબ જહેમત ઉઠાવેલ. આ કાર્યક્રમમાં ઉમરાવ જાન-કુદરત-લમ્‍હે-કિસ્‍મત-તીસરી મંજીલ-રામલીલા જેવા ફિલ્‍મિ ગીતો તેમજ કવિશ્રી રમેશ પારેખ ને યાદ કરીને ગુજરાતી રચના અને ચાર બંગડીવાળી ગાડી ની રજુઆત સાંભળીને સૌ ઝુમી ઉઠયા હતા. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે ફિલ્‍મ ગીતની શરુ માં જે તે ગીતના લેખક-સંગીતકાર વગેરેની વિસ્‍તાર પુર્વક માહિતી પીરશવામાં..જે આ કાર્યક્રમની ખાસીયત હતી. તેવી માહિતી હર્ષદરાય શાહ અને તસ્‍વીર કાન્‍ભિાઇ મિષાી, કેલિફોર્નિયા દ્રારા જાણવા મળે છે.

 

(9:59 pm IST)