Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

‘‘હિન્‍દુસ્‍તાન ઝીંદાબાદ'' : પાકિસ્‍તાનના હરિપુરમાં રહેતા ૨૦ વર્ષીય યુવક સાજીદ શાહએ ઘરᅠની દિવાલ ઉપર લખેલા લખાણને કારણે ધરપકડ : ભારતીય ફિલ્‍મો તથા ગીતોના શોખીન તથા ભારતના ચાહક યુવાન ઉપર કોર્ટ કેસ કરાયો : આરોપ પૂરવાર થયે સાત વર્ષની જેલસજા થઈ શકે

ઈસ્‍લામાબાદ : પાકિસ્‍તાનના હરિપુર માં રહેતા તથા ફેકટરીમાં મજુરી કામ કરતા ૨૦ વર્ષીય યુવક સાજીદ શાહના ઘરની દિવાલ ઉપર તેણે ‘‘હિન્‍દુસ્‍તાન જીંદાબાદ'' લખવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તેના ઉપર કલમ ૫૦૫ મુજબ કેસ કરાયો છે. જેના આધારે તેને સાત વર્ષની જેલસજા થઈ શકે છે.

આ યુવાન ભારતીય ફિલ્‍મોનો શોખીન છે. અને તેના ગીતો તથા સ્‍ટોરીના આધારે તે ભારતનો ચાહક બની ગયો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(11:14 pm IST)