Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

યુ.એસ.માં DFW ખડાયતા પરિવાર દ્વારા શ્રી કોર્ટિયક પ્રભુની ઉજાણીનું આયોજન કરાયું: ૧૫૦ ઉપરાંત સભ્‍યોએ ભાગ લીધોઃ રંગોળી, ડાન્‍સ પ્રોગ્રામ, ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા

ડલાસઃ યુ.એસ.માં DFW ખડાયતા પરિવાર ડલાસના ઉપક્રમે ૧૮ નવેં.ના રોજ શ્રી કોર્ટિયક પ્રભુની ઉજાણીનું ભવ્‍ય આયોજન કરાયું હતું.

DFW હિન્‍દુ ટેમ્‍પલ યજ્ઞશાળા હોલમાં સાંજે ૬ વાગ્‍યે કરાયેલી ઉજાણીમાં અંદાજે ૧૫૦ સભ્‍યોએ ભાગ લીધો હતો. જેમાં રંગોળી તથા સભ્‍યોના બાળકોનો બોલીવુડ ડાન્‍સ પ્રોગ્રામ યોજાયો હતો. સંસ્‍થા દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી. કારોબારીના સુંદર આયોજનના કારણે સર્વે સભ્‍યો સુંદર ભોજન માણી છુટા પડયા હતા. તેવું શ્રી સુભાષ શાહની યાદીમાં જણાવાયું છે.

 

(11:06 pm IST)