Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

''મિસ વર્લ્ડ અમેરિકા ૨૦૧૯'' સૌંદર્ય સ્પર્ધા માટે ઇન્ડિયન અમેરિકન યુવતિ શ્રી સૈનીની પસંદગીઃ ૧૨ ઓકટો.ના રોજ લાસ વેગાસ મુકામે યોજાનારી સ્પર્ધામાં ભાગ લેશે

''મિસ વર્લ્ડ અમેરિકા ૨૦૧૯'' સોંદર્ય સ્પર્ધા માટે ઇન્ડિયન અમેરિકન યુવતિ શ્રી સૈનીની પસંદગી થઇ છે.

શ્રી સૈની આ અગાઉ ''મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ ૨૦૧૮'' તરીકે તથા ''મિસ ઇન્ડિયા USA 2017'' તરીકે વિજેતા થઇ ચૂકી છે.

હવે તે ૧૨ ઓકટો ૨૦૧૯ના રોજ લાસ વેગાસ મૂકામે યોજાનારી મિસ વર્લ્ડ અમેરિકા ૨૦૧૯ સ્પર્ધામાં ભાગ લેશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(7:34 pm IST)
  • તેલંગણા સરકારનું અભૂતપૂર્વ કડક પગલું : હડતાલ ઉપર ઉતરેલા રોડ ટ્રાન્સપોર્ટના 48 હજાર કર્મચારીઓ સસ્પેન્ડ : 12 હજાર કરોડની ખોટ અને 5 હજાર કરોડનું દેવું ધરાવતા ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારીઓની માંગણીઓ સ્વીકારી શકાય નહીં : મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની ઘોષણાં access_time 12:51 pm IST

  • ડ્રગ્સ કેસમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર દોષિતઃ ૧૦ વર્ષની સજા : પાટણઃ જિલ્લાના સમી હારીજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડની કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં એટીએસએ ધરપકડ કરી હતીઃ ત્યારબાદ આ પ્રકરણમાં કોર્ટે કિશોરસિંહ રાઠોડને દોષિત જાહેર કર્યા છે અને ૧૦ વર્ષની સજા ફટકારી છે access_time 4:22 pm IST

  • હેગીબસ વાવાઝોડુ મજબૂત બન્યુ : આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભયઃ આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપર ત્રાટકશેઃ 'હેગીબસ' મજબૂત બની ટાયકૂન વાવાઝોડામાં ફેરવાયુ છે અને આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપરથી પસાર થશે અને આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભય હોવાનું વિદેશના જાણીતા ખાનગી વેધર એનાલીસ્ટ જણાવે છે access_time 11:25 am IST