Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

''હોમ ઓફ હોપ'': ભારતના જરૂરીયાતમંદ તેજસ્વી સ્ટુડન્ટસને વિનામૂલ્યે શ્રેષ્ઠ શિક્ષણ અપાવી પગભર કરતું યુ.એસ.સ્થિત નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનઃ ૨૮ સપ્ટેં.ના રોજ કેલિફોર્નિયા મુકામે યોજાયેલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ૮.૫૦ લાખ ડોલર ભેગા થઇ ગયા

કેલિફોર્નિયાઃ અભ્યાસમાં તેજસ્વી પરંતુ આર્થિક રીતે પછાત પરિવારોમાંથી આવતા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અપાવી પગભર કરવા કાર્યરત નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ''હોમ ઓફ હોપ''નો ફંડ રેઇઝીંગ ગાલા પ્રોગ્રામ તાજેતરમાં યુ.એસ.ના ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર મિલપિટાસ કેલિફોર્નિયા મુકામે ૨૮ સપ્ટેં.૨૦૧૯ના રોજ યોજાઇ ગયો. જેમાં ૮.૫૦ લાખ ડોલર ભેગા થઇ ગયા હતા.

૧૯૯૯ની સાલમાં ઇન્ડિયન અમેરિકન ડો.નિલિમા સભરવાલ સ્થાપિત આ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનએ નક્કી કરેલા ૧ મિલીયન ડોલરના ફંડ ભેગુ કરવાના લક્ષ્યાંકમાં હવે ૧.૫૦ લાખ ડોલર ૪ બાકી રહે છે.

હોમ ફોર હોય દ્વારા ભેગુ થતું ફંડ ભારતના જરૂરીયાતમંદ તેજસ્વી બાળકોને શિક્ષણ આપવા માટે વપરાય છે. ૨૦૨૦ની સાલ સુધીમાં આ ફંડ બે હજાર સ્ટુડન્ટસને કોમ્યુટર એજ્યુકેશન, વોકેશ્નલ ટ્રેનીંગ,હેલ્થ, તેમજ ૧૨ ધોરણ સુધીના અભ્યાસક્રમ માટે મદદરૂપ થવાનો લક્ષ્યાંક છે.

(10:22 pm IST)