Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

અમેરિકાના હ્યુસ્ટનમાં ગોળીબારનો ભોગ બનેલા શીખ પોલીસ ઓફિસર સંદિપસિંઘ ધાલીવાલની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા : શીખ અગ્રણીઓ,ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી આગેવાનો ,તેમજ રાજકીય નેતાઓ સહીત પ્રજાજનોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ

હ્યુસ્ટન : ગયા સપ્તાહમાં ફરજ દરમિયાન ગોળીબારનો ભોગ બનેલા યુ.એસ.ના હ્યુસ્ટન ખાતેના સૌપ્રથમ શીખ પોલીસ ઓફિસર ધાલીવાલની ગઈકાલ 2 ઓક્ટોબરના રોજ અંતિમયાત્રા  યોજાઈ હતી.જેમાં હજારો લોકો જોડાયા હતા.શીખ અગ્રણીઓ,ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી આગેવાનો ,તેમજ રાજકીય નેતાઓ સહીત  વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પ્રજાજનોએ શ્રધ્ધાંજલી આપી હતી.

(1:00 pm IST)