Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ભારતના જરૂરીયાતમંદ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપી પગભર કરતી સંસ્થા ''પ્રથમ''ની રજત જયંતિ ઉજવાઇઃ અમેરિકાના ન્યુયોર્ક મુકામે સંસ્થાની ૨૫ વર્ષની કામગીરીનો અહેવાલ દર્શાવતા વીડિયોનું નિદર્શન કરાયું: ૧૪ સપ્ટેં.૨૦૧૯ના રોજ યોજાયેલા ગાલા પ્રોગ્રામમાં ૪ મિલીઅન ડોલર ભેગા થઇ ગયા

ન્યુયોર્કઃ ભારતના જરૂરીયાતમંદ બાળકોને વિનામૂલ્યે શ્રેષ્ઠ શિક્ષણ અપાવી પગભર કરતી સંસ્થા ''પ્રથમ''ની રજત જયંતિ પ્રસંગે અમેરિકાના ન્યુયોર્કમાં ૧૪ સપ્ટેં.ના રોજ ગાલા પ્રોગ્રામ યોજાઇ ગયો. જેમાં ૪ લાખ ડોલરનું ફંડ ભેગુ થઇ ગયુ હતું.

આ તકે પ્રથમના ન્યુયોર્ક ટ્રિસ્ટેટ ચેપ્ટર પ્રેસિડન્ટ શ્રી રાહુલ મહાજનએ સહુનુ સ્વાગત કર્યુ હતું. તથા પ્રથમની ૨૫ વર્ષની કામગીરીનો વીડિયો દર્શાવાયો હતો.

સંગીતકાર એ.આર.રહેમાનએ સહુને સુફી સંગીતની મોજ કરાવી હતી. પ્રથના ceo ડો.રૂકમણી બેનર્જી હાજર રહ્યા હતા. તેમજ ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી, તેમના પત્ની સુશ્રી તરૂણા ચક્રવર્તી, ન્યુજર્સીના હોબોકેન મેયર ઇન્ડિયન અમેરિકન શ્રી રવિ ભલ્લા તથા તેમના પત્ની સુશ્રી નવનીત ભલ્લા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. 

(8:33 pm IST)