Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

અમેરિકાના એકમાત્ર હિન્દુ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ અને શ્રી નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાતઃ વિશ્વ વ્યાપ્ત ગ્લોબલ વોર્મીગ, આતંકવાદ, ન્યુકિલઅર વોર,સહિતના પ્રશ્ને બંને દેશો વચ્ચે પાર્ટનશીપ અંગે ચર્ચા કરી

ન્યુયોર્કઃ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસ દરમિયાન ન્યુયોર્ક મુકામે ૨૭ સપ્ટેં.૨૦૧૯ના રોજ અમેરિકાના એકમાત્ર હિન્દુ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ તેઓને મળ્યા હતા. તથા વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારત અને સૌથી પ્રાચીન લોકશાહી ધરાવતા અમેરિકા વચ્ચેના સંબંધોને દૃઢ બનાવવા અંગે ચર્ચા કરી હતી.

આ તકે વિશ્વ વ્યાપ્ત પ્રશ્નો જેવા કે ગ્લોબલ વોર્નીગ, આતંકવાદ, ન્યુકિલયર વોર, સહિતની બાબતે પરસ્પર સહયોગ આપવા ચર્ચાઓ થઇ હતી.

ઉલ્લેખનીય છે કે સુશ્રી તુલસી અમેરિકાના કોંગ્રેશ્નલ કોકસ ઓન ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન અમેરિકનના કો-ચેર તરીકે ફરજ બજાવી ચૂકયા છે તેમજ ભારતની મુલાકાત વખતે પણ શ્રી મોદીને મળી ચૂકયા છે.

તેઓ ૨૦૨૦ની સાલમાં યોજાનારી અમેરિકાના પ્રેસિડન્ટ પદની ચુંટણીના ડેમોક્રેટ ઉમેદવાર છે. 

(8:28 pm IST)