Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ભારતમાં દર વર્ષે ૩ લાખ બાળકો હૃદયરોગ સાથે જન્મે છેઃ આ બાળકોને વિનામૂલ્યે ઓપરેશન કરાવી આપતું ''હાર્ટ ટુ હાર્ટ ફાઉન્ડેશનઃ અમેરિકાના પ્રવાસ દરમિયાન ભારતની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે ફાઉન્ડેશનને મદદરૂપ થતા ડોનરને સહીવાળુ બેટ આપી સન્માનિત કર્યા

કેલિફોર્નિયાઃ ભારતની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન તથા લીટલ માસ્ટર તરીકે ખ્યાતિ પામેલા શ્રી સુનિલ ગાવસ્કર હાલમાં અમેરિકાના પ્રવાસે છે. જયાં કેલિફોર્નિયામાં ૧૦ દિવસના રોકાણ દરમિયાન તેમણે હાર્ટ ટુ હાર્ટ ફાઉન્ડેશન માટે ફંડ ભેગુ કરી દેવામાં સહયોગ આપ્યો હતો.

આ ફાઉન્ડેશન ભારતની સાંઇ સંજીવની હોસ્પિટલના સહયોગ સાથે દર વર્ષે જન્મજાત હાર્ટ ડીસીઝનો ભોગ બનતા ૩ લાખ બાળકોને વિનામૂલ્યે ઓપરેશન કરાવી આપી નવું જીવન બક્ષવામાં મદદરૂપ થાય છે.

ઉલ્લેખનીય છે કે શ્રી ગાવસ્કરે તેમની ક્રિકેટ કારકિર્દી દરમિયાન ૩૪ સેન્ચુરી ફટકારી હતી. તેની યાદીમાં તેમણે ૩૪ બાળકોને વિનામૂલ્યે સર્જરી કરાવી આપી હતી. જેનો ખર્ચ તેમણે પોતે ભોગવ્યો હતો. તેઓ ૨૮ સપ્ટેં.ના રોજ હાર્ટ ટુ હાર્ટ ફાઉન્ડેશનના પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા તથા ફાઉન્ડેશનને મદદરૂપ થનાર ડો.ભરત પટેલને પોતાની સહીવાળુ બેટ અર્પણ કર્યુ હતું. તથા ૧ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરાવી આપવામાં મદદરૂપ થયા હતાં.

(8:24 pm IST)