Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

બ્રિટનના પૂર્વ ફોરેન સેક્રેટરી બોરીસ જોનસન તથા તેમના પત્ની ભારતીય મૂળના મેરીના વ્હીલરના છુટાછેડાઃ રપ વર્ષના લગ્નજીવન બાદ સાથે નહી રહી શકાય તેવું લાગતા માત્ર મિત્રો તરીકે ચાલુ રહેશે.

લંડન :  બ્રિટનના પૂર્વ ફોરેન સેક્રેટરી બોરીસ જોનસન તથા તેમના પત્ની ભારતીય મૂળના મેરીના વ્હીલર એ છુટાછેડા લેવાનું કરી  લીધુ છે. જે માટેની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. તેઓ હવે માત્ર મિત્રો તરીકેનો સંબંધ જાળવી રાખશે.

પ૪ વર્ષીય બોરીસ જોનસનનો આ ભારતીય મૂળના પત્ની મેરીના સાથેના રપ વર્ષના લગ્નજીવનનો હવે અંત આવશે. તેઓને ૪ સંતાન છે. જેમના પ્રત્યેની તેઓ ફરજ બજાવવાનું ચાલુ રાખશે.

ઉલ્લેખનીય છે કે મેરીના વ્હીલર BBC જર્નાલીસ્ટ ચાર્લ્સ વ્હીલર તથા તેમના દ્રિતીય પત્ની ભારતીય મૂળના સિંઘના પુ્ત્રી છે. જેઓ તેમના અંગ્રેજ પતિ બોરીસ જોનસનના લફરાઓથી તંગ આવી જતા બંનેએ રાજીખુશીથી છૂટા પડી જવાનું નકકી કર્યુ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:16 pm IST)
  • રાવલ નગરપાલિકામાં સતા પલટો :ટમુબેન બારીયા પ્રમુખપદે આરૂઢ થવાની શકયતા :જેશા પરમારને ઉપ પ્રમુખપદ અપાઈ તેવી સંભાવના :બંને હોદ્દાઓ પર કોંગ્રેસના પક્ષપલટુઓને સ્થાન અપાશે : વર્તમાન કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉપ પ્રમુખને પડતા મુકાશે access_time 11:13 pm IST

  • ચીન અંગેની ગુપ્ત માહિતી અમેરિકા ભારતને આપશેઃ બંને દેશ સૈન્ય અભ્યાસથી આગળ વધીને સુરક્ષા પડકારનો સાથે મળીને સામનો કરવામાં સક્ષમ access_time 11:58 am IST

  • રાજકોટ નંદા હોલ નજીક ભારતીનગર વિસ્તારમાં એક યુવાન દારૂ પીધેલી હાલતમાં કોઈના ઘરમાં ઘૂસ્યો : દારૂ પીધેલ યુવાન ને ટોળા એ મારીમારી મેથીપાક ચખાડ્યો : યુવાન ને અર્ધ નગ્ન હાલતમાં ચલાવી અને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો : લોકોના ટોળાએ દારૂ ના નશામાં ડૂબ યુવાનને માર મારી પોલીસ ના હવાલે કર્યો : મોડી રાત્રીના સમયે વિસ્તારના લોકો એકઠા થઇ યુવાન ને ભક્તિનગર પોલીસને હવાલે કર્યો : ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી ( વિડીયો અહેવાલ - સ્પીડ રિપોર્ટ ) access_time 2:47 am IST