Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

" નંદ ઘેર આનંદ ભયો,જય કનૈયાલાલ કી " :અમેરિકામાં એટલાન્ટા જ્યોર્જિયા મુકામે નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં 3 સપ્ટે.ના રોજ કૃષ્ણ જન્મ ઉજવાયો : આગામી 20 થી 22 સપ્ટે.દરમિયાન શ્રી રમણીકભાઇ દવેના વ્યાસાસને દશમ સ્કંધ કથા

એટલાન્ટા : યુ.એસ.માં એટલાન્ટા જ્યોર્જિયા મુકામે નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં 3 સપ્ટે ના રોજ સૌપ્રથમ જન્માષ્ટમી ઉત્સવ ભારે ઉમંગ પૂર્વક ઉજવાઈ ગયો.ઉજવણી અંતર્ગત સવારે  6 વાગ્યાથી 6-30 કલાક દરમિયાન પંચમ સ્નાન ,બાદમાં 10 વાગ્યે શૃંગાર,તિલક દર્શન તથા આરતીનો લ્હાવો લઇ વૈષ્ણવો ધન્ય બન્યા હતા.રાત્રે 8-30 થી 11 કલાક દરમિયાન વિનોદ પટેલના ડાયરા સાથે જાગરણ દર્શનનું આયોજન કરાયું હતું.તથા રાત્રે 12 વાગ્યે કાનુડાના જન્મને સહુ ઉપસ્થિતોએ ભારે ઉમંગ પૂર્વક વધાવ્યો હતો.ઉજવણી અંતર્ગત  મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.

આગામી 20 થી 22 સપ્ટે.દરમિયાન શ્રી રમણીકભાઇ દવેના વ્યાસાસને દશમ સ્કંધ કથા યોજાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:46 am IST)