Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

અમેરિકાના લિવરમોર કેલિફોર્નિયામાં ૮ સપ્‍ટેં. શનિવારે ‘‘ઓનમ'' તહેવાર ઉજવાશેઃ વેજીટેરીઅન લંચ, તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમોના આયોજનો

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં લિવરમોર કેલિફોર્નિયામાં ૮ સપ્‍ટેં. શનિવારના રોજ ‘ઓનમ' તહેવાર ઉજવાશે.

લેકીરેડ્ડી ઓડિટોરીઅમ, ૧૨૩૨, એરોહેડ એવ, લિવરમોર કેલિફોર્નિયા મુકામે થનારી ઉજવણીનો સમય સવારે ૧૧-૩૦ થી સાંજે પાંચ વાગ્‍યા સુધીનો રહેશે.

ઉજવણી અંતર્ગત વેજીટેરીઅન લંચ, તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમો જેવા કે ડાન્‍સ, સોંગ્‍સ વિગેરેના આયોજનો કરાયા છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(9:35 pm IST)