Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

યુ.એસ.ના કન્સાસમાં ઇન્ડિયન અમેરિકન સ્ટોર કલાર્ક દિલીપકુમાર પટેલની હત્યાના આરોપસર ૨૭ વર્ષીય મહિલા શનુક મોનિકને આજીવન કેદઃ ઓગ. ૨૦૧૬માં વ્હીસ્કીની ૨પ બોટલ ખરીદવા આવેલી શનુક પાસે આઇ.ડી. માંગતા ગોળીબાર કરી હત્યા નિપજાવી હતી

કન્સાસઃ ઓગ.૨૦૧૬ની સાલમાં એટલે કે બે વર્ષ પહેલા યુ.એસ.માં આવેલા કન્સાસ મુકામે સ્ટોર કલાર્ક તરીકે કામ કરતા ઇન્ડિયન અમેરિકન ૬પ વર્ષીય દિલીપુકમાર પટેલની હત્યા કરવાના આરોપસર ૩૦ ઓગ. ૨૦૧૮ના રોજ જ્યુરીએ ૨૭ વર્ષીય મહિલા શનુક મોનિકને આજીવન કેદની સજા ફરમાવી છે.

વ્હીસ્કીની ૨પ બોટલ ખરીદવા  આવેલી આ મહિલા પાસે આઇ.ડી. એટલે કે ઓળખપત્ર મંગાતા તેણે ગોળીબાર કરી દીધો હતો. પરિણામે દિલીપકુમાર પટેલનું મોત થયુ હતું. ત્થા સ્ટોર માલિકના માતા ૬૬ વર્ષીય નિરંજનાબેન મોદી ઇજાગ્રસ્ત થયા હતા. મહિલા વ્હીસ્કીની બોટલોની લૂંટ ચલાવી નાસી છૂટી હતી.

 

(9:04 pm IST)